ગુજરાત

gujarat

વડાલીમાં પરષોત્તમ રૂપાલાની યોજાઈ જાહેર સભા, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

By

Published : Feb 21, 2021, 9:40 PM IST

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આજે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઇ હતી. જે સભામાં પરષોત્તમ રૂપાલાએ વિપક્ષ પર આકરા પ્રહાર કરી પાછલા વર્ષોની યાદ અપાવી આગામી સમયમાં ભાજપ તરફી મતદાન કર્યું હતુ.

વડાલી
વડાલી

  • વડાલી ખાતે આજે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઇ
  • સભામાં પરષોત્તમ રૂપાલાએ વિપક્ષ પર આકરા પ્રહાર કરી મતદાન કર્યું
  • પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

સાબરકાંઠાઃજિલ્લાના વડાલી ખાતે આજે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઇ હતી. જે સભામાં પરષોત્તમ રૂપાલાએ વિપક્ષ પર આકરા પ્રહાર કરી પાછલા વર્ષોની યાદ અપાવી આગામી સમયમાં ભાજપ તરફી મતદાન કર્યું હતુ. સાબરકાંઠાના વડાલી ખાતે આજે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોત્તમ રૂપાલા સ્થાનિક નગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં ભાજપ તરફી મતદાન કરવા હાજર રહેલા સૌ કોઈને આપીલ કરી હતી. સાથો સાથ વિતેલા વર્ષોમાં સ્થાનિક નેતાઓને ભોગવવી પડતી હાલાકી અંગે જાગૃત કર્યા હતા. પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, 1995 સુધી પાણી મેળવવા માટે પાણીની ડંકીની રાહ જોવી પડતી હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મામલે જણાવ્યું હતું કે, કેન્દ્રમાંથી મોકલેલો રૂપિયો ગામના સુધી પહોંચતા પૈસા થઈ જાય છે. કોંગ્રેસમાં સૌથી મોટી તકલીફ લીકેજની રહી હતી.

વડાલી

કોંગ્રેસીઓ માત્ર રસીને પણ ભાજપની રસી ગણે

જ્યારે આજે કેન્દ્રની મોદી સરકાર પ્રત્યે ઘેર પાણી પહોંચાડવાની જહેમત આદરી છે. આયુષ્યમાન કાર્ડ અંતર્ગત રૂપિયા 5 લાખની સહાય સૌ કોઈને મળી રહે તે માટેની આયુષ્માન યોજના રજૂ કરી છે. જો કે, વિપક્ષ અને આજે પણ આક્ષેપ કરવામાં જ રસ છે. કોરોના કાળમાં સમગ્ર વિશ્વ અચંબિત હતું, ત્યારે ભારતે એકમાત્ર લેબોટરીની જગ્યાએ આજે 700 લેબોટરી ઊભી કરી છે અને કોરોના માટે વપરાતી કીટ વિદેશમાં મોકલવાની મથામણ આદરી છે. જો કે, કોંગ્રેસીઓ માત્ર રસીને પણ ભાજપની રસી ગણે છે.

પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

આ તબક્કે તેમને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કસમ મામલે તેમણે આપેલું નિવેદન હળાહળ ખોટું છે તેમને જણાવ્યું હતું કે, અસમમાં આજની તારીખે 300 રૂપિયા મજુરી કામ કરે છે. જો કે, 160 રૂપિયા મજુરી કોંગ્રેસના સમયગાળા દરમિયાન મળતી હતી. જે આજે 300 હોવા છતાં માહિતીના અભાવે માત્ર આક્ષેપો જ થાય છે. જોકે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો અનુસાર અમારી સરકારમાં રૂપિયા 300 અમે ગુજરાતના વેપારીઓ પાસેથી ખંખેરીને આપીશું તો આ મામલે પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાસે જવાબ માગ્યો છે કે, ગુજરાતના વેપારીઓથી તમને શું તકલીફ છે. 28 તારીખ પહેલા આ મામલે ચોખવટ કરે તે આવશ્યક છે. જો કે આજે કોંગ્રેસ રાષ્ટ્રીય સેક્રેટરી રહી ચૂકેલા મધુસૂદન મિસ્ત્રીનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસને રાષ્ટ્રીય સુરક્ષા વિશે બોલવાનો અધિકાર નથી વિપક્ષે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માગ્યા હતા અને હાલમાં ભારત સરકાર રાફેલ જેવા અત્યાધુનિક શસ્ત્રો હવે સ્થાનિક કક્ષાએ ઉત્પાદન કરી રહ્યું છે, ત્યારે આ મામલે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા નીતિ એકવાર જાણી લેવાની જરૂરિયાત છે.

ABOUT THE AUTHOR

...view details