ગુજરાત

gujarat

વિધાનસભા ચૂંટણી પહેલા અનેક ધારાસભ્યો બદલાઈ શકે છે, સાબરકાંઠામાં CR Patilના નિવેદનથી હડકંપ મચ્યો

By

Published : Oct 12, 2021, 2:51 PM IST

વિધાનસભા ચૂંટણી પહેલા અનેક ધારાસભ્યો બદલાઈ શકે છે, સાબરકાંઠામાં CR Patilના નિવેદનથી હડકંપ મચ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ અને વિશેષ રેલી યોજાઈ હતી, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કેટલાય ધારાસભ્યોના ચહેરા બદલાઈ શકે છે. તેમના આ નિવેદનથી ફરી એક વાર માહોલ ગરમાઈ ગયો છે.

  • સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે યોજી રેલી
  • હિંમતનગરમાં પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજાયો
  • ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના ચહેરા બદલાઈ શકે છેઃ સી. આર. પાટીલ

સાબરકાંઠાઃ જિલ્લામાં હિંમતનગરના ટાઉનહોલમાં યોજાયેલા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ તેમ જ પેજ સમિતિ સંવાદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં 182 વિધાનસભા જીતવાનું લક્ષ્ય છે. તેમ જ આ તબક્કે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે 112 પૈકી 100 જેટલા ધારાસભ્યોમાં બદલાવ પણ આવી શકે તેમ છે, જેના પગલે સ્થાનિક ધારાસભ્યો આગેવાનો ટેકેદારો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ભારે ખળભળાટ મચ્યો છે.

હિંમતનગરમાં પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો-દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, 30મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે

જીતનો સંકલ્પ મહત્ત્વનો છેઃ પાટીલ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આજે કોઈ ભાષણ નથી, પણ સંવાદ છે. એટલે કંઈક પૂછવાનું પણ બને છે. જોકે, જીતવાનો સંકલ્પ મહત્ત્વનો છે. તેમ જ 8 વિધાનસભા જીતી તે તેનું ઉદાહરણ છે. જોકે, 6 મહાનગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત 81માંથી 75 નગરપાલિકામાં જીત થઈ છે. આ સાથે જ 9,000 ટિકિટ માટે 2 લાખ લોકોએ ટિકિટ માગવા છતાં દરેકે જવાબદારી નિભાવવા માટે સક્ષમ બનવા પર વાત મૂક્યો હતો.

આ પણ વાંચો-ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું સુરતમાં ઉત્સાહ પૂર્વક કરાયું સ્વાગત, પાટીલ પણ પહોંચ્યાં

ડ્રાઉં ડ્રાઉં પાર્ટી માત્ર વિરોધાભાસ ફેલાવે છેઃ પાટીલ

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામ વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે, ડ્રાઉં ડ્રાઉં પાર્ટી હવે ભૂલાઈ ગઈ છે. પેજ કમિટીનો ડેટાએ કેટલાય લોકોની ચા બગાડી છે. ગુજરાતમાં આગામી ચૂંટણી માટે ભવ્ય જીત તરફ આગળ વધવા પેજ કમિટી જવાબદાર બનશે. મારી જીત પાછળ પેજ કમિટી જવાબદાર છે. હું ક્યારેય પ્રચારમાં જતો નથી.

સહકાર વિભાગમાં ગુજરાત કક્ષાએ ભાજપની થઈ છે જીત

રાજ્યમાં સહકાર ક્ષેત્રે ખૂબ મોટું કામ થયું છે. જોકે, આ વખતે ગુજરાતમાં 98 પૈકી 97 સહકારની સંસ્થાઓમાં ભાજપે જીત મેળવી છે. તમામ સુગર ફેક્ટરી, અમૂલ સિવાયની તમામ સહકાર સંસ્થાઓમાં વ્યક્તિઓને મદદરૂપ બની શકાય છે. ભાજપના કાર્યકર્તાને કોઈ પ્રકારનો અન્યાય થવા નહીં દઉં. તે આજે પણ મારો મુખ્ય મંત્ર છે. તેમ જ સુરતમાંથી હાલના તબક્કે ભિક્ષુકો દૂર કર્યા છે. હવે આગામી સમયમાં આખા ગુજરાતમાંથી ભિક્ષુકો હટાવો ઝૂંબેશ શરૂ કરાશે. તેમ જ શહેરમાં રખડતી ગાયોને દૂર કરવા માટે પણ વિશેષ પ્રદાન હાથ ધરવું જરૂરી છે. જોકે, આગામી સમયમાં 182 વિધાનસભા બેઠકમાં જીત મળશે તે નક્કી છે. જોકે, આ તબક્કે તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિવિધ પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહે છે, પરંતુ અમારું લક્ષ્ય છેવાડાના વ્યક્તિને મદદરૂપ થવાનું છે, જે અમે કોઈ પણ ભોગે નિભાવીશું.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details