ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું સુરતમાં ઉત્સાહ પૂર્વક કરાયું સ્વાગત, પાટીલ પણ પહોંચ્યાં

author img

By

Published : Oct 10, 2021, 8:35 PM IST

Latest news of Surat

ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સુરત આવતા ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મહામંત્રી કિશોર બિન્દલ, કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સુરતની મુલાકાતે
  • ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું
  • ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરાયું

સુરત: સુરતમાં રવિવારે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લીધી હતી. સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મહામંત્રી કિશોર બિન્દલ, કોર્પોરેટરો તથા ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા ઢોલ- નગરાના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા કારગીલ ચોક પર કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને મળવા માટે પણ લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી તથા તેમની સાથે હાથ મિલાવવા માટે પડાપડી પણ થઇ હતી.

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું સુરતમાં ઉત્સાહ પૂર્વક કરાયું સ્વાગત

આ પણ વાંચો: ગોંડલમાં 6 શખ્સોએ મહિલા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યો

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ પહોંચ્યા

આજે હર્ષ સંઘવી ગૃહરાજ્ય પ્રધાન બન્યા બાદ સૌપ્રથમ વખત સુરતમાં પધાર્યા છે, ત્યારે ભાજપના ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા તેમાં ચાહકોએ તેમનું સ્વાગત કર્યું હતું. હર્ષ સંઘવી પોતાના ચાહકો જોડે થોડો ક્ષણ રહ્યા હતા. જે બાદ તેઓ જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં અલગ- અલગ જગ્યા ઉપર બનાવવામાં આવેલા સ્ટેજ પર પણ લોકોએ તેમનું ઢોલ- નગારા, તાશા, ડીજેના તાલે તથા અહીંના કોર્પોરેટરોએ પણ મોટો ફુલનો હાર સાથે સ્વાગત કર્યું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું સુરતમાં ઉત્સાહ પૂર્વક કરાયું સ્વાગત
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું સુરતમાં ઉત્સાહ પૂર્વક કરાયું સ્વાગત

આ પણ વાંચો: સાથે રહેવા બાબતે ઝઘડો થતા સચિને શિવાંશની માતાની કરી હત્યા

કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા

આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ સ્વાગત કર્યું હતું પરંતુ એમાં માસ્ક, સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. બે દિવસ પહેલાં જ હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા મારફત એમ કહ્યું હતું કે, નવરાત્રી કરો પરંતુ કોરોનાની તમામ ગાઈડલાઈનના પાલન સાથે નવરાત્રીના ગરબા માતાજીની આરાધના કરો અને તેમની જ જન આશીર્વાદ યાત્રામાં કોવીડ-19 ની તમામ ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.