ગુજરાત

gujarat

સાબરકાંઠા: ખેડબ્રહ્માના ડૉક્ટરની આત્મહત્યા, વિવાદ બાદ અંતિમવિધિ કરાઈ

By

Published : Aug 30, 2020, 10:36 PM IST

સાબરકાંઠાના ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. જેથી ડૉક્ટરના પરિવાર સહિત જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો હતો. જો કે, આ મામલે હજૂ સુધી આત્મહત્યાનું સાચું કારણ બહાર આવ્યું નથી.

ETV BHARAT
ખેડબ્રહ્માના ડૉક્ટરની આત્મહત્યા વિવાદ બાદ અંતિમવિધિ કરાઈ

સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ગત કેટલાક સમયથી ડૉક્ટર તરીકે ફરજ બજાવતા રોહિતભાઇએ અગમ્ય કારણોસર શનિવારે પોતાની જ ઓફિસમાં આત્મહત્યા કરી લીધી છે. જેથી તેમના પરિવાર સહિત સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો હતો.

સાબરકાંઠામાં ડૉક્ટર દંપતી તરીકે ફરજ બજાવતા પતિ તેમજ પત્ની ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. જો કે, શનિવારના રોજ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રોહિતભાઈએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. જેથી પરિવારની આશંકાના કારણે અમદાવાદ ખાતે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉક્ટરના મૃતદેહને વતન પરત લાવી અંતિમવિધિ કરવામાં આવી હતી.

ખેડબ્રહ્માના ડૉક્ટરની આત્મહત્યા વિવાદ બાદ અંતિમવિધિ કરાઈ

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ડૉક્ટરના મોબાઈલ કોલ ડિટેલ, ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલના CCTV ફૂટેજ અને અન્ય જરૂરી ડૉક્યુમેન્ટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details