ગુજરાત

gujarat

ખેડબ્રહ્મા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જગતજનની જગદંબાને સોનાનું સિંહાસન કરાયું અર્પણ

By

Published : Jul 24, 2021, 7:56 PM IST

અંબાજી મંદિર

સાબરકાંઠામાં મીની અંબાજી ગણાતા ખેડબ્રહ્મા અંબાજી ટ્રસ્ટ આજે છેલ્લા સાત દાયકાથી મંદિરમાં અર્પણ કરાયેલા સોનાને જગતજનની મા જગદંબાનું સિંહાસન બનાવીને ટ્રસ્ટ દ્વારા આજે 24 જુલાઈના રોજ ગુરુ પૂનમ નિમિત્તે અર્પણ કરાતા ભક્તજનોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે.

  • ખેડબ્રહ્મા મંદિર ટ્રસ્ટ દ્વારા જગતજનની મા જગદંબાને સિંહાસન અપાયુ
  • સાડા આઠ કિલો સોના સહિત 50 લાખથી વધારેનો થયો ખર્ચ
  • ભક્તજનોમાં અનેરી ખુશીનો માહોલ

સાબરકાંઠા: મીની અંબાજી ગણાતા ખેડબ્રહ્મા માતાજી ટ્રસ્ટ દ્વારા છેલ્લા સિત્તેર વર્ષથી નિયમિતપણે અર્પણ થતા સોના થકી એક સિંહાસન બનાવવામાં આવ્યું હતું, જેને જગતજનની જગદંબા માટે અર્પિત કરાતા ગુરુ પુનમ નિમિત્તે આવેલા તમામ ભક્તજનોમાં ખુશી છવાઇ હતી. જોકે, 8.30 કિલોગ્રામથી વધારે વજનના સોનાથી મા જગદંબાનું સિંહાસન બનાવવા માટે 50 લાખ કરતાં વધારે કિંમત અર્પિત કરવામાં આવી છે. તેમજ માતાજીના ભંડારમાંથી નીકળેલી અને ખરીદેલી સોના-ચાંદીની પ્રતિમાઓથી હાલમાં મંદિરમાં સોનાના સિંહાસનથી શૃંગારમાં અભિવૃદ્ધિ થઈ છે.

જગદંબાને સોનાનું સિંહાસન કરાયું અર્પણ

આ પણ વાંચો- સિદ્ધિવિનાયકમાં 35 કિલો સોનાનું દાન, 14 કરોડનું દાન 'રામભરોસે'

સોનાનું સિંહાસન અર્પણ કરાતા ભક્તજનોમાં ખુશી

ગુરુ પુનમ નિમિત્તે છેલ્લા સિત્તેર વર્ષથી મા અંબાજીની સેવા કરનારા ભૂતપૂર્વ પૂજારી, પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં જગતજનની જગદંબાને સોનાનું સિંહાસન અર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ ટ્રસ્ટી તેમજ પ્રમુખ દ્વારા ખેડબ્રહ્મા માતાજી સંકુલમાં નવીન પંખી ઘરની સહિત પંખીશ્વર મહાદેવનું પણ ઉદ્ઘાટન કરાયું છે. જોકે, ગુરુ પુનમ નિમિત્તે જગતજનની મા જગદંબાના દર્શન કરવા આવનારા તમામ લોકો માટે માતાજીને અર્પણ કરાયેલ આ સોનાના સિંહાસનનું વિશેષ આકર્ષણ સહિત ભાવ-ભક્તિનો સુમેળ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details