ગુજરાત

gujarat

Idar News : સહકારી જીનની જમીન પર કોમર્શિયલ બિલ્ડીંગને જમીનદોસ્ત કરવાની ખેડૂતોની રજૂઆત

By

Published : Apr 26, 2023, 5:03 PM IST

સાબરકાંઠાના ઈડરમાં સહકારી જીનમાં સ્થાનિક ડિરેક્ટરો થકી કરોડોના ભ્રષ્ટાચાર કરાતા બદનામ થઈ હતી. ત્યારે આ મામલે ઈડર જીનના સભાસદોની બેઠક યોજાઇ હતી. જેમાં કોમર્શિયલ બિલ્ડીંગ બનાવી બારોબાર વેચી દેવાયાની વાત સામે આવતા જમીનદોસ્ત કરવાની ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ છે.

Idar News : સહકારી જીનની જમીન પર કોમર્શિયલ બિલ્ડીંગને જમીનદોસ્ત કરવાની ખેડૂતોની રજૂઆત
Idar News : સહકારી જીનની જમીન પર કોમર્શિયલ બિલ્ડીંગને જમીનદોસ્ત કરવાની ખેડૂતોની રજૂઆત

ઈડર જીનના સભાસદોની બેઠક યોજાઇ

સાબરકાંઠા :સમગ્ર ગુજરાતમાં કપાસના હબ તરીકે જાણીતા ઈડર શહેર જાણીતું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ઈડર સહકારી જીનમાં સ્થાનિક ડિરેક્ટરો થકી કરોડોના ભ્રષ્ટાચાર કરાતા બદનામ થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે વહીવટદાર કમિટીની રચના કરતા હાલ ચર્ચામાં એરણે છે. જોકે આજે ઈડર જીનના સભાસદોની પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં ડિરેક્ટરોની ખુલ્લા પાડવા સહિત કરોડોના ભ્રષ્ટાચાર દરમિયાન ઊભું કરાયેલું કોમર્શિયલ બિલ્ડીંગ પણ જમીન દોસ્ત કરવાની સહકારી આલમમાં ભારે ખળભળાટ સર્જાયો હતો.

શું છે સમગ્ર મામલો : સાબરકાંઠાની ઈડર સહકારી જીન સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કપાસનું બિયારણ, કપાસનો ખોળ સહિત ખેડૂત જગતને આર્થિક રીતે પગભર બનાવવા માટે પાયારૂપ ભૂમિકા ભજવતી રહી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક કક્ષાએ ભ્રષ્ટાચાર વાતુથી ખેડૂતોનું હિત જોખમાયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મામલે કસ્ટોડિયન કમિટીની રચના કરી તમામ કૌભાંડીઓને ઘર ભેગા કરાયા છે. જોકે રાજ્ય સરકાર દ્વારા અસ્તિત્વમાં આવેલી કમિટીએ આજે ઈડર જીનના તમામ સભાસદો સાથે બેઠકનું આયોજન કર્યું હતું.

જીન બચાઓ સમિતિ : આ આયોજનમાં જીનના મોટા ભાગના સભાસદોએ ખેડૂતોનું હિત ટકાવી રાખવા મામલે રજૂઆત કરી હતી. આ બાબતે જીન બચાઓ સમિતિ દ્વારા સતિષ પટેલ અને રાજુ પટેલ આ બાબતે જણાવ્યું હતું કે, સહકારી જીનની કરોડો રૂપિયાની જમીન પર કોમર્શિયલ બિલ્ડીંગ બનાવી બારોબાર વેચી દેવાયાની પ્રકાશમાં આવતા હવે સ્થાનિક ખેડૂતો સહિત જીન બચાવો કમિટી દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગની જમીન દોસ્ત કરવાની રજૂઆત કરાઈ છે. જેમાં જીન બચાવો કમિટીને દુકાનો આપવા સહિત કરોડો રૂપિયાની લાંચ આપી સમગ્ર કૌભાંડને દબાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાની વિગતો ખુલવા પામી છે.

કોમર્શિયલ બિલ્ડીંગ

સભ્યો આકરા પાણીએ : એક તરફ કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ પ્રોજેક્ટ કરી રહી છે. તો બીજી તરફ સરકારના નામે ઈડર જીન બચાવો સમિતિના ડિરેક્ટરોએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જેમાં હાઇવે પર ઇડર સરકારી જીનના સભ્યોનો સંપૂર્ણ વિરોધ હોવા છતાં કોમર્શિયલ બિલ્ડીંગ બનાવી તેની બારોબાર વેચી દેવાતા હવે ઇડર જીન બચાવો સમિતિના સભ્યો આકરા પાણીએ જોવા મળ્યા છે. હાલના તબક્કે જમીનના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે મફતના ભાવે જમીન મેળવી તેના પર સામાન્ય ટોકન જેટલી રકમ જીનને આપી બાકીની લાખો રૂપિયાની રકમ ચાઉં કરી હોવાની વિગતો પણ સામે આવી છે.

આ પણ વાંચો :Rajkot Police : મુખ્યપ્રધાન સુધી રજૂઆત, પોલીસ કર્મી ઓફિસે આવીને 7 લાખનો તોડ કર્યોનો આરોપ, જૂઓ CCTV

કસ્ટોડિયન કમિટીની રચના :જોકે, જીન બચાવો સમિતિની સાથો સાથ ભારતીય કિસાન સંઘે જણાવ્યું કે, ખેડૂતોના હિત માટે આંદોલનમાં સહભાગી બન્યા હતા. સ્થાનિક કિસાનનું હિત જાળવવા રાજ્ય સરકાર પણ સહકારી જીન બચાવવા કસ્ટોડિયન કમિટીની રચના કરી. જીન બચાવો સમિતિ સહિત 70થી વધારે ગામોની સેવા સહકારી મંડળીના ચેરમેનો તેમજ આગેવાનોએ રાજ્ય સરકારનો આભારમાની આગામી સમયમાં કિસાનનું હિત જાળવવા રૂપ ભૂમિકા ભજવવા રજૂઆત કરી છે.

આ પણ વાંચો :Baroda Dairy Controversy : MLAના આક્ષેપ બાદ મંડળે કહ્યું, લાયકાત જોઈએ, અન્ય ડેરી કરતા દુધના ભાવ મળે છે વધુ

કિસાનોનુ હિત જોખમાય : જોકે એક તરફ કરોડોનું ભ્રષ્ટાચાર કર્યા બાદ ઈડર સહકારી જીનના પૂર્વ ડિરેક્ટરો હાલના તબક્કે સહકારી જીનમાં વિવિધ મુદ્દે કિસાનોનુ હિત જોખમાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે, ત્યારે રાજ્ય સરકાર પર આગામી સમયમાં સ્થાનિક કિસાનોના ભરોસાને ટકાવી રાખવા માટે ઠોસ પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ મામલે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે.

ABOUT THE AUTHOR

...view details