ગુજરાત

gujarat

તંત્ર શું આંધળુ છે! હિંમતનગરમાંથી નકલી ડિગ્રી આપનારી સંસ્થા ઝડપાઈ

By

Published : Aug 29, 2019, 10:26 AM IST

Updated : Aug 29, 2019, 1:14 PM IST

હિંમતનગર: જિલ્લામાં બોગસ ડિગ્રીનાં ચાલતાં કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જિલ્લાનાં કેટલાક આલા અધિકારીઓએ પણ આ બાબતે વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે, પરંતુ હજુ સુધી તંત્રએ તેની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરી નથી.

નકલી ડિગ્રી આપતી સંસ્થા

સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગર અને ઇડરમાં નર્સિગ, ફાયર બ્રિગેડનાં કોર્સ કરાવતી કોલેજો ખોલીને લોકો સાથે ખુલ્લે આમ છેતરપિંડી થઇ રહી છે. આદિવાસી અને ગરીબ વર્ગનાં લોકો સૌથી વધુ ભોગ બન્યાં છે. બાળકને તરત જ નોકરી મળે અને ઘરમાં રાહત રહે તેવા આશય સાથે પરસેવાની કમાણી બાળકનાં અભ્યાસક્રમ પાછળ કરતા હોય છે અને બાદમાં આવા સર્ટીફિકેટનાં કારણે નોકરી મળતી નથી.

નકલી ડિગ્રી આપતી સંસ્થા

ફાયર મેનનો કોર્સ કરાવતી આ સંસ્થા આ કોર્સ બાબતે સાબરકાંઠા અને અરવલ્લીનાં ચીફ ફાયર ઇન્સ્પેકટરનું કહેવું છે કે સાબરકાંઠા જીલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગ દ્વારા બે મહિનાં પહેલા નર્સ માટેનાં ઈન્ટરવ્યું લેવાયા હતાં. જેમાં આ જ કોલેજનાં બે વિદ્યાર્થીઓ એવા હતા કે જેમનાં પાસે બે માર્કશીટો હતી અને તે પણ અલગ અલગ નંબરની, સાબરકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારીએ તાત્કાલિક આ બે વિદ્યાર્થીઓની માર્કશીટો ઝપ્ત કરી અને સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસને લેખિતમાં અરજી કરી ફરિયાદ નોધાવવા જણાવ્યું હતું .બે મહિના થયા હોવા છતાં હજુ સુધી સાબરકાંઠા પોલીસ તેમાં માત્ર તપાસ જ કરી રહી છે અને આ ઈસમો દરરોજ ગુજરાતનાં તમામ અખબારોમાં પોતાની જાહેરાતો આપીને લોકોને ઠગી રહ્યા છે. હાલમાં પણ આ લોકોએ ભરતી ચાલુ કરી લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનું ચાલુ કરી દીધું છે. છતાં તેની સામે કોઈ પણ જાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.



Intro:સાબરકાંઠા જીલ્લામાં ચાલતા બોગ્ગસ ડીગ્રીનાં કાળા કારોબારની વિગતો ખુલવા પામી છે જેમાં જીલ્લાના કેટલાક આલા અધિકારીઓએ પણ આ બાબતે વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે જો કે હજુ સુધી તંત્રનાં પેટનું પાણી હલ્યું નથી આ લે-ભાગુઓને જાણે લોકોના પૈસા ઘરભેગા કરવા તંત્ર સમય ફાળવી રહ્યું છે.Body:
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર અને ઇડર માં નર્સિગ, ફાયર બ્રિગેડના કોર્સ કરાવતી કોલેજો ખોલીને લોકો સાથે ખુલ્લે આમ છેતરપિંડી થઇ રહી છે.,..અને આમાં સૌથી વધુ લુંટાયા હોય તો આદિવાસી અને ગરીબ વર્ગના લોકો.બાળકને તરત જ નોકરી મળે અને ઘરમાં રાહત રહે એવા આશયે પરસેવાની કમાણી બાળકના અભ્યાસક્રમ પાછળ લગાડી દીધી હોય છે..અને બાદમાં આવા સર્ટીના કારણે નોકરી મળતી નથી.આ લોકો ફાયર મેનનો કોર્સ કરાવે છે. તો આ કોર્સ બાબતે સાબરકાંઠા અને અરવલ્લીના ચીફ ફાયર ઇન્સ્પેકટરનું કંઈક આમ કહી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બે મહિના પહેલા નર્સ માટેના ઈન્ટરવ્યું લેવાયેલા...જેમાં આ જ કોલેજના બે વિદ્યાર્થીઓ એવા હતા કીએ જેમના પાસે બે – બે માર્કશીટો હતી...અને એ પણ અલગ અલગ નંબરની... સાબરકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારીએ તાત્કાલિક આ બે વિદ્યાર્થીઓની માર્કશીટો જપ્ત કરી..અને સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસને લેખિતમાં આની અરજી કરી ફરિયાદ નોધાવા જણાવેલું.
બે મહિના થવા છતાં હજુ સુધી સાબરકાંઠા પોલીસ એમાં તપાસ જ કરી રહી છે અને આ ઈસમો રોજે રોજ ગુજરાતના તમામ અખબારોમાં પોતાની જાહેરાતો આપી આપીને લોકોને ઠગી રહ્યા છે.

બાઈટ – પ્રતાપસિંહ દેવડા, ચીફ ફાયર ઇન્સ્પેકટર, સાબરકાંઠા

બાઈટ – કે.બી.પટેલ, ડિજાસ્ટર, મામલતદાર

બાઈટ – ડો. મનીષ ફેન્સી, જીલ્લા આરોગ્ય અધિકારી, સાબરકાંઠા



Conclusion:હાલમાં પણ આ લોકોએ ભરતી ચાલુ કરી લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનું ચાલુ કરી દીધું છે... ત્યારે પોલીસે પણ આમાં માનવીય દ્રષ્ટિકોણ રાખી ઇડર અને હિમતનગરમાં ચાલતી સંસ્થાના જવાબદારોણે પકડી કડકમાં કડક સજા કરાવી જોઈએ.
Last Updated : Aug 29, 2019, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details