ગુજરાત

gujarat

સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા સિવિલના ડૉક્ટરે કરી આત્મહત્યા, અનેક તર્કવિતર્ક

By

Published : Aug 29, 2020, 7:58 AM IST

સાબરકાંઠાઃ જિલ્લાની ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે અગમ્ય કારણોસર હોસ્પિટલમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ સાથે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, કયા કારણોસર આત્મહત્યા કરી હતી, હજુ જાણી શકાયું નથી.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે કરી આત્મહત્યા અનેક તર્કવિતર્ક
સાબરકાંઠાના ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે કરી આત્મહત્યા અનેક તર્કવિતર્ક

સાબરકાંઠાઃ જિલ્લાની ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. રોહિતભાઈ ચૌહાણ સિવિલ હોસ્પિટલમાં પોતાની જ ચેમ્બરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેના પગલે સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો હતો.

સાબરકાંઠાના ઇડરના લેઇ ગામના વતની ડૉક્ટર રોહિતભાઈ ચૌહાણ તેમજ તેમની પત્ની ફાલ્ગુનીબેન ચૌહાણ બંને ડૉક્ટર છે. જો કે, રોહિતભાઈ ચૌહાણ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે ફાલ્ગુની ચૌહાણ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ફિજીસીયન ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે કરી આત્મહત્યા અનેક તર્કવિતર્ક

અગમ્ય કારણોસર ડોક્ટર રોહિત ચૌહાણ ખેડબ્રહ્મા ખાતે આવેલી પોતાની ચેમ્બરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જેના પગલે પરિવારજનો સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ હાલમાં પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે.

જો કે, આત્મહત્યાનાં કયા સંજોગોમાં કરવામાં આવી તે હજી જાણી શકાયું નથી, પરંતુ ખેડબ્રહ્મા તાલુકામાં આરોગ્ય અધિકારી તરીકે આ બધી વાત કરવાનો બીજો બનાવ બનતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં માત્ર 6 માસની અંદર વધુ એક સરકારી ડોક્ટરે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ છે.

ABOUT THE AUTHOR

...view details