ગુજરાત

gujarat

ટેકાના ભાવે મગફળી ખરીદીના પ્રથમ દિવસે ખેડૂતોની પાંખી હાજરી, વહીવટી તંત્ર મુંઝવણમાં

By

Published : Nov 1, 2019, 1:15 PM IST

સાબરકાંઠા: ગુજરાતમાં આજથી એટલે કે, લાભ પાંચમના શુભ મહૂર્તે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે. જેમાં પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા મગફળી આપવામાં નિરસતા દેખાઇ હતી. જોકે વરસાદી માહોલ વચ્ચે ચારથી પાંચ ખેડૂતો મગફળી વેંચવા આવ્યા હોવાના પગલે વહીવટીતંત્ર પણ વિચારમાં મુકાયું છે.

સાબરકાંઠા

આજથી એક સાથે છ એપીએમસી સેન્ટરો પર મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. જેમાં સરકાર દ્વારા એક હજારથી વધુના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણી કરાવેલી હતી. 21,124 ખેડૂતો પૈકી માત્ર 5 થી 6 ખેડૂતો પોતાની મગફળી લઇને એપીએમસી સેન્ટર પહોંચ્યા હતા. જો કે, વહીવટી તંત્ર દ્વારા દરરોજ 25 થી 30 ખેડૂતોને બોલાવવા માટેનું પ્રદાન કરાવવામાં આવ્યું છે. ગત વર્ષે વહીવટી તંત્રની બેદરકારીના પગલે મગફળી લેવા માટે અઢી મહિનાથી વધુનો સમય લાગતા ગુજરાત સહિતના જિલ્લામાં ઘણી બધી જગ્યાએ વિરોધાભાસ ઉભો થયો હતો.

ટેકાના ભાવે મગફળીની ખરીદી આજથી શરૂ ખેડૂતોની પાંખી હાજરી

જો કે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 53 કર્મચારીઓ સહિત અલગ-અલગ 6 માર્કેટયાર્ડ દ્વારા સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદશે. સાથેજ ખેડૂતોને આ વર્ષે પાછોતરા વરસાદને પગલે ભારે નુકસાન જવાના કારણે સરકાર સામે સહાયનો હાથ લંબાવ્યો છે. તેમજ સરકાર દ્વારા વિશેષ પેકેજની પણ માંગ કરી છે.

મગફળી ખરીદી કરવાના પ્રથમ દિવસે સમગ્ર જિલ્લાના ખેડૂતો ભેગા કરવામાં આવે તો પણ 25 થી વધુ ખેડૂતો માર્કેટમાં આવ્યા નથી. સાથો સાથ વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે પોતાનો બચાવ કરતા ખેડૂતો દ્વારા પાક તૈયાર ન હોવાનું ગાણું ગવાઇ રહયું છે. જો કે, સાચી વાત તો એ છે કે, સરકાર દ્વારા હાલમાં અપાઇ રહેલા ટેકાના ભાવ કરતા ખેડૂતોને વરસાદી માહોલમાં મગફળીના પાકને વધુ નુકસાન થવાની સંભાવના રહેલી છે. જેના પગલે ખેડૂતોએ હાલ વાતાવરણને જોતા પાક તૈયાર કરવાનું મુનાસિબ માન્યું નથી. જેથી આજે જિલ્લાના તમામ એપીએમસી સેન્ટર ઉપર ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી છે.

સરકાર દ્વારા આ મુદ્દે આગામી સમયમાં ખેડૂતોને વિશેષ સહાય કરવામાં આવે તો જગતના તાતને પડતા પર પાટું દૂર કરી શકાય તેમ છે. ત્યારે જોવું એ રહે છે કે, સરકાર ખેડૂતોના મુદ્દે કેટલી સંવેદનશીલ છે.

Intro:સમગ્ર ગુજરાત લેવલ આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે જેમાં પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા મગફળી આપવા માં નિરસતા દેખાય છે જોકે વરસાદી માહોલ વચ્ચે ચારથી પાંચ ખેડૂતો મગફળી વેચવા આવ્યા હોવાના પગલે વહીવટીતંત્ર પણ વિસામણમાં મુકાયું છેBody:

સાબરકાંઠા જિલ્લામાં આજથી એક સાથે છ એપીએમસી સેન્ટરો પર મગફળી ની ખરીદી શરૂ કરાઇ છે જેમાં સરકાર દ્વારા એક હજારથી વધુના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણી કરાવેલ ૨૧,૧૨૪ ખેડૂતો પૈકી માત્ર પાંચથી છો ખેડૂતો પોતાની મગફળી એપીએમસી સેન્ટર પહોંચ્યા હતા જોકે વહીવટી તંત્ર દ્વારા દરરોજ 25થી 30 ખેડૂતોને બોલાવવા માટે નું પ્રદાન કરાવવામાં આવ્યું છે ગત વર્ષે વહીવટી તંત્રની બેદરકારીના પગલી મગફળી લેવા માટે અઢી મહિનાથી વધુનો સમય લાગતા ગુજરાત સહિત જિલ્લામાં ઘણી બધી જગ્યાએ વિરોધાભાસ ઉભો થયો હતો જો કે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 53 કર્મચારીઓ સહિત અલગ-અલગ છ માર્કેટયાર્ડ દ્વારા સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદશે સાથોસાથ ખેડૂતોને આ વર્ષે પાછોતરા વરસાદને પગલે ભારે નુકસાન જવાના કારણે સરકાર સામે સહાયનો હાથ લંબાવ્યો છે તેમજ સરકાર દ્વારા વિશેષ પેકેજની પણ માંગ કરી છે

બાઈટ :ભૂપેન્દ્ર પટેલ ,ખેડૂત
બાઈટ :પ્રવિણ પટેલ, ભારતીય કિસાન સંઘ

જોકે જિલ્લામાં છ સેન્ટ્રો પર સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા ના પ્રથમ દિવસે સમગ્ર જિલ્લાના ખેડૂતો ભેગા કરવામાં આવે તો પણ ૨૫ થી વધુ ખેડૂતો માર્કેટમાં આવ્યા નથી સાથોસાથ વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે પોતાનો બચાવ કરતા ખેડૂતો દ્વારા પાક તૈયાર ન હોવાનું ગાણું ઘવાઇ રહયું છે જોકે સાચી વાત તો એ છે કે સરકાર દ્વારા હાલમાં અપાઇ રહેલા ટેકાના ભાવ કરતા ખેડૂતોને વરસાદી માહોલમાં મગફળીના પાકને વધુ નુકસાન થવાની સંભાવના રહેલી છે જેના પગલે ખેડૂતોએ હાલ કુર્તા વાતાવરણને જોતા પાક તૈયાર કરવાનું મુનાસિબ માન્યું નથી જેથી આજે જિલ્લાના તમામ એપીએમસી સેન્ટર ઉપર ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી છે જોકે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ ન થવાની આગાહી થશે તો જિલ્લાના બધા જ માર્કેટ ખેડુતો તેમ જ મગજ ફરીથી ઉભરાઈ જશે તે હકીકત છે.
બાઈટ :વી.સી બરંડા, ગોડાઉન મેનેજર

Conclusion:જોકે સરકાર દ્વારા આ મુદ્દે આગામી સમયમાં ખેડૂતોને વિશેષ સહાય કરવામાં આવે તો જગતના તાતને પડતા પર પાટું દૂર કરી શકાય તેમ છે ત્યારે જોવું એ રહે છે કે સરકાર ખેડૂતો ના મુદ્દે કેટલી સંવેદનશીલ છે

ABOUT THE AUTHOR

...view details