ગુજરાત

gujarat

Rajkot News : રાજકોટમાં નંબર પ્લેટ વિનાના ટ્રકે બે સગા ભાઈઓને લીધા અડફેટે, મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ

By

Published : Jul 8, 2023, 9:12 PM IST

રાજકોટમાં નંબર પ્લેટ વિનાના ટ્રકે બે સગા ભાઈઓને અડફેટે લેતા મૃત્યુ નીપજ્યા છે. બંને ભાઈઓ ફનિર્ચરની મંજુરીએ જઈ રહ્યા હતા. બે ભાઈઓ પરિણીત પણ છે. ત્યારે એક જ પરિવારમાં બે સગા ભાઈઓના મૃત્યુ થતાં શોકની લાગણી છવાઈ છે.

Rajkot News : રાજકોટમાં નંબર પ્લેટ વિનાના ટ્રકે બે સગા ભાઈઓને લીધા અડફેટે, મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ
Rajkot News : રાજકોટમાં નંબર પ્લેટ વિનાના ટ્રકે બે સગા ભાઈઓને લીધા અડફેટે, મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ

રાજકોટ : રાજકોટમાં એક તરફ વિસ્તાર વધી રહ્યો છે. જ્યારે બીજી તરફ વિસ્તારની સાથે વાહનોમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે ભારે વાહનો શહેરમાં બેફામ દોડતા હોય જેને કારણે અકસ્માતની ઘટનાઓ સર્જાય છે. લોકોના જીવ જોઈ રહ્યા છે. એવામાં થોડા દિવસો અગાઉ શહેરના કોઠારીયા રોડ પર એક તબીબ યુવતીને ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું, ત્યારે આજે શહેરના માધાપર ચોકડી નજીક અયોધ્યા ચોક ખાતે બે સગા ભાઈઓને ટ્રક દ્વારા હડફેટે લેવામાં આવતા તેમના મોત નિપજ્યા છે. જોકે એક જ પરિવારના બે યુવાનોના કરુણ મોત થતા પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બન્ને યુવાનો પિતા સાથે મિસ્ત્રી કામ કરતા હતા :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, આજે સવારના સમયે માધાપર ચોકડી નજીકથી બાઈક પર જીત નીતિનભાઈ નારીગરા અને તેના મોટા ભાઈ એવા ભાવેશ નીતિનભાઈ નારીગરા પસાર થઈ રહ્યા હતા. એવામાં એક નંબર પ્લેટ વિનાના ટ્રક દ્વારા આ બંને ભાઈને હડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં જીતનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ભાવેશને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. જ્યારે આ બંને સગા ભાઈઓ છે અને એક જ પરિવારના બે યુવાનોના મોત થતા પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ પોલીસે આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી :પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ બંને ભાઈઓ કોઠારિયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર નજીક પરિવાર સાથે રહેતા હતા. જ્યારે ભાવેશ અને જીત પોતાના પિતા સાથે મિસ્ત્રી કામનો ધંધો કરતા હતા. બંને યુવકો માધાપર ચોકડી નજીક એક એપાર્ટમેન્ટમાં ફર્નિચરનું કામ કરવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. જ્યારે બંને મૃતકોના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે મૃતક ભાવેશને સંતાનમાં બે પુત્રીઓ છે. આ બંને ભાઈઓમાં જીતની ઉંમર 30 વર્ષની છે અને તેના મોટા ભાઈ એવા ભાવેશની ઉંમર 35 વર્ષની છે. ત્યારે એક જ પરિવારમાં બે યુવકોના મોત થવાને કારણે પરિવારોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે. જ્યારે ઘટનાને પગલે મોટી સંખ્યામાં પરિવારજનો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.

  1. Jamnagar Rain: વરસાદી ખાડામાં ડૂબી જવાથી યુવકનું મોત
  2. Gandhinagar News : 18 દિવસ બાદ ફરી ગાંધીનગરમાં અકસ્માત, 4 વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત
  3. Vadodara Accident: વડોદરામાં ટ્રકની અડફેટે યુવકનું મોત, બેફામ ચાલતા વાહન ચાલકો પર નિયંત્રણ ક્યારે?

ABOUT THE AUTHOR

...view details