ગુજરાત

gujarat

Rajkot Crime : ફ્લાઈટમાંથી મોબાઈલ ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચ્યો

By

Published : Mar 17, 2023, 9:17 AM IST

રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઈટમાંથી મોબાઈલ ચોરને પોલીસે પકડી પાડ્યો છે. દિલ્હીથી રાજકોટની આવેલા પ્રવાસીએ ફોન ચોરાયા હોવાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આ ચોરને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot Crime : ફ્લાઈટમાંથી મોબાઈલ ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચ્યો
Rajkot Crime : ફ્લાઈટમાંથી મોબાઈલ ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચ્યો

રાજકોટ : તાજેતરમાં જ રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઈટમાંથી એક પેસેન્જરના મોબાઈલ ફોન ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે ગણતરીના દિવસોમાં જ એક આરોપીને મોબાઇલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે આરોપી મૂળ રાજસ્થાનનો છે અને છેલ્લા ઘણા સમયથી રાજકોટ ખાતે રહે છે. તેને ફ્લાઈટમાંથી મોબાઇલની ચોરી કરી હતી, ત્યારે પોલીસે આરોપીને પકડીને મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો હતો.

આરોપી

ફ્લાઇટમાંથી મોબાઈલ ફોન થયો હતો ગુમ :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજકોટમાં રહેતા અને આર્કિટેક્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા ભાર્ગવ મનસુખભાઈ કોટડીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગત તારીખ 10મી માર્ચ 2023ના રોજ સાંજના સમયે દિલ્હીથી રાજકોટની એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સવાર થઈને રાજકોટ ખાતે આવ્યા હતા. જે દરમિયાન તેમનો આઈફોન અચાનક ફ્લાઈટમાંથી ગુમ થઈ ગયો હતો. જે અંગેની ફરિયાદ પણ તેમને નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ફરિયાદ નોંધાવ્યાના ગણતરીના દિવસોમાં જ ભોગ બનનારનો મોબાઈલ ફોન તેમને પરત અપાવ્યો હતો.

આ પણ વાંચો :Navsari Crime : વાડ જ ચીભડા ગળે તેઓ ઘાટ, કામ કરતા કર્મીએ જ કંપનીમાં હાથ ફેરો કર્યો

રાજસ્થાનના શખ્સની કરી ધરપકડ :ફ્લાઈટમાંથી iphone ચોરાયાની ઘટનાને પગલે રાજકોટ પોલીસે પણ તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરી હતી. શહેરના હનુમાનમઢી ચોક નજીક આવેલા રાજહંસ પાર્કમાં રહેતા તેમજ મૂળ રાજસ્થાનના નિર્મલ કુમાર રાધેશ્યામ ગુપ્તા નામના શખ્સને પકડી પાડ્યો હતો. તેની પાસેથી આ ચોરાયેલો iphone પોલીસે કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ફ્લાઈટમાંથી મોબાઇલ ફોનની ચોરીની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.

આ પણ વાંચો :Ahmedabad Crime: કણભામાં 17 લાખની ધાડ પાડનારી ભાંભોર ગેંગના 2 આરોપી ઝડપાયા, 6 હજી પણ વોન્ટેડ

10 જેટલા મોબાઈલ ચોર ઝડપાયા :રાજકોટ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મોબાઈલ ચોરીને લઈને અલગ અલગ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. જેને લઇને પોલીસે છેલ્લા બે દિવસમાં 10 કરતા વધારે મોબાઈલ ચોરને ચોરાવ ફોન સાથે ઝડપી પાડ્યા છે. ત્યારે હજુ પણ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ ચોરતી ગેંગ તેમજ મોબાઇલ ચોરી સાથે સંકળાયેલા શખ્સોને પૂછપરછ કરવામાં આવી રહી છે. જેને લઈને આગામી દિવસોમાં વધુ ચોરાયેલા મોબાઈલ કબ્જે થાય તેવી પણ શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details