ગુજરાત

gujarat

Rajkot Water Crises: પાણી બચાવવા 400 બોરને રિચાર્જ કરાશે, મેયરનો એક્શન પ્લાન

By

Published : Apr 2, 2023, 7:19 AM IST

ઉનાળો શરૂ થતાની સાથે રાજકોટ મહાનગર પાલિકા પાણીને લઈને એક્શન મોડ પર કામ કરી રહ્યું છે.પીવાના પાણીની મુશ્કેલી ન પડે એ માટે એડવાન્સ પ્લાનિગ કરવામાં આવે છે. પાણીને લઈને પડતી પરેશાનીને દૂર કરવા હવે બોર રીચાર્જનું કામ તંત્ર તરફથી કરવામાં આવશે. આ અંગેની ખાસ માહિતી રાજકોટના મેયર પ્રદીપ ડવે આપી હતી.

Rajkot Water Crises: પાણી બચાવવા 400 બોરને રિચાર્જ કરાશે, પીવાના પાણીને લઈ એક્શન પ્લાન
Rajkot Water Crises: પાણી બચાવવા 400 બોરને રિચાર્જ કરાશે, પીવાના પાણીને લઈ એક્શન પ્લાન

રાજકોટઃરાજકોટ મનપા પાણી બચાવવા 400 બોરને રિચાર્જ કરશે. આ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. દર વખતે ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા વારંવાર સામે આવતી હોય છે. એવામાં કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 400 જેટલા બોરને રિચાર્જ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Toll Tax: ગુજરાતમાં 49 ટોલ બુથ પર ટેક્સમાં વધારો

ખાસ ઝૂંબેશ શરૂઃ રાજકોટ કોર્પોરેશન દ્વારા હાલ આ અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં જ બોર રિચાર્જનું કામ પણ ચાલુ કરવામાં આવશે. જેના કારણે વધુમાં પણ વધુ પાણીની બચત કરી શકાય. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો પાણીનો બગાડ કરે નહિ અને પાણીનો જરુર પૂરતો જ ઉપયોગ કરે અને વધુમાં વધુ પાણી બચાવે તે માટેની ઝુંબેશ પણ શરૂ કરશે. આ અંગે રાજકોટના મેયર પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત 22 માર્ચના રોજ એટલે કે વિશ્વ વોટર દિનના દિવસે પાણી માટેના મેગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પડકાર સમાનઃ જેમાં પાણી ઉપર કામ કરતા હોય તેવા વિવિધ અધિકારીઓ, આ સાથે જ સંશોધન કર્તાઓ, તેમજ વિવિધ એનજીઓ સહિતના લોકો આ સેમિનારમાં જોડાયા હતા. જેમાં પાણીનું સ્તર કેવી રીતે ઊંચું આવી શકે અને કેવી રીતના વધુમાં વધુ પાણી બચાવી શકાય તે અંગેના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે હાલમાં રાજકોટની વસ્તી વધી રહી છે. રાજકોટના આજીડેમ અને ન્યારી ડેમ વર્ષમાં વખત સૌની યોજના મારફતે ભરવામાં આવી રહ્યા છે. રાજકોટ માટે પાણી એક ચેલેન્જ છે.

આ પણ વાંચોઃ G20 Delegates in Kutch : જી20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટ સભ્યો સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે, સંદેશમાં શું લખ્યું જૂઓ

લોક જાગૃતિઃરાજકોટના નાગરિકો અને વિવિધ સામાજિક સંસ્થાઓ વધુમાં વધુ પાણી બચાવી શકે અને લોકો પાણી પ્રત્યે જાગૃત થાય તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણે ઝોનમાં મળીને કુલ 400 જેટલા બોરને રિચાર્જ કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની જેટલી પણ સરકારી કચેરીઓ છે. આ કચેરીઓમાં પણ પાણી રિચાર્જ થાય તે પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સંસ્થાઓનો સાથઃ વિવિધ સંસ્થાઓ સાથે મળીને શહેરીજનો વધુમાં વધુ પાણી બચાવવા અંગે જાગૃત થાય તે પ્રકારના કાર્યક્રમ પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે. જેને લઈને આગામી દિવસોમાં રાજકોટની પાણીની સમસ્યાને પહોંચી શકાય. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દર વર્ષે સારો વરસાદ પણ થાય છે પરંતુ રાજકોટની વસ્તી અને વિસ્તાર વધતો જતો હોવાના કારણે દર વર્ષે શહેરીજનોને પાણી કાપની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ABOUT THE AUTHOR

...view details