ગુજરાત

gujarat

Rajkot Loot Case: લૂંટના આરોપી CCTVમાં કેદ થયા, છરી બતાવી કહ્યું, જે હોય એ આપી દો

By

Published : Feb 16, 2023, 10:08 AM IST

Updated : Feb 16, 2023, 11:36 AM IST

રાજકોટમાં થયેલી લૂંટના આરોપી CCTVમાં કેદ થયા છે. CCTVના આધારે રાજકોટ પોલીસ વધુ તપાસ કરી રહી છે. થોડા દિવસ પહેલા સોના ચાંદીના દાગીના સહિત 88,000નો મુદ્દામાલ આ લૂંટારૂઓ છરીની અણીએ લૂંટી ગયા હતા.

રાજકોટમાં થયેલી લુટના આરોપી CCTVમાં કેદ થયા, છરીની અણીએ થઇ હતી  88,000નો મુદ્દામાલની લૂંટ
રાજકોટમાં થયેલી લુટના આરોપી CCTVમાં કેદ થયા, છરીની અણીએ થઇ હતી 88,000નો મુદ્દામાલની લૂંટ

Rajkot Loot Case: લૂંટના આરોપી CCTVમાં કેદ થયા, છરી બતાવી કહ્યું, જે હોય એ આપી દો

રાજકોટઃ રાજકોટમાં બે દિવસ પહેલા ભગવતીપરા વિસ્તારમાં એક ઘરમાં મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં રોકડ રૂપિયા સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ લૂંટારુઓ લૂંટીને ભાગી છુટ્યા હતા. ગુરૂવારથી (તારીખ 16 ફેબ્રુઆરી 2023) બે દિવસ અગાઉ થયેલી આ ઘટનાના આરોપીઓ સીસીટીવીમાં કેદ થયેલા જોવા મળ્યા છે. હાલ આ સીસીટીવીના આધારે પોલીસએ વધુ તપાસ શરૂ કરી કરવામાં આવી છે.

Rajkot Loot Case: લૂંટના આરોપી CCTVમાં કેદ થયા, છરી બતાવી કહ્યું, જે હોય એ આપી દો

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટ કલેકટર કચેરીમાં અમૂલ ઇન્ડ્સ્ટ્રીઝના કર્મચારીઓ દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ

છરીની અણીએ લૂંટ:રાજકોટ શહેરનાભગવતીપરા વિસ્તારમાં આવેલા એકતા સોસાયટીમાં બે દિવસ પહેલા ઘરના પરિવારજનોને બંધક બનાવીને બે ઇસમો એ લૂંટ ચલાવી હતી.જેમાં સોના-ચાંદીના દાગીના સહિત 88,000નો મુદ્દામાલ આ લૂંટારોઓ છરીની અણીએ લૂંટી ગયા હતા. જે મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનામાં જે બન્ને આરોપીઓ હતા તે આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જ્યારે આ સીસીટીવીના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Rajkot Loot Case: લૂંટના આરોપી CCTVમાં કેદ થયા, છરી બતાવી કહ્યું, જે હોય એ આપી દો

આ પણ વાંચો Oil Prices Hike: સીંગતેલના ભાવથી પેટમાં તેલ રેડાયું, મહિલાઓએ કહ્યું, મોંઘવારીમાં વધુ એક ડામ

કેમેરામાં થયા કેદ:આ લૂંટારૂએ ઘરનો દરવાજો બંધ હોવાથી તાળું તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. જેના કારણે ઘરમાં રહેલા માતાને પુત્રી સહિતના બાળકી જાગી ગયેલા હતા. જ્યારે આ લૂંટારોએ તેમને છરી બતાવીને જે કાંઈ હોય તે આપી દેવા જણાવ્યું હતું. માતા પુત્રી ગભરાઈને સોના-ચાંદીના દાગીના સહિતના રોકડ રૂપિયા આ લૂંટારૂઓને આપ્યા હતા. આ લૂંટારુઓ લૂંટ ચલાવીને ભાગી છુટ્યા હતા. જે મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે ઘટના દરમિયાનના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. જેમાં ઘરની આસપાસ 2 ઈસમો આટાફેરા કરતા દેખાઈ રહ્યા છે. જેમાંથી એકના હાથમાં છરી જેવું હથિયાર છે.

Rajkot Loot Case: લૂંટના આરોપી CCTVમાં કેદ થયા, છરી બતાવી કહ્યું, જે હોય એ આપી દો

પરિવાર રાજકોટમાં રહે છે ભાડે :લૂંટારો એ જે ઘરમાં લૂંટ કરી છે તે પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો છે. વર્ષોથી રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહે છે. જ્યારે લૂંટના દિવસે મહિલાનો પતિ રાતના સમયે કામ ઉપર ગયો હતો. ત્યારે આ મહિલા તેના ત્રણ સંતાનો સાથે ઘરે હતી તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી. જોકે રાજકોટ શહેરમાં લૂંટારો બેફામ બન્યા હોય તેને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

Last Updated : Feb 16, 2023, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details