ગુજરાત

gujarat

ઉપલેટામાં ધોરણ 10માં બે વિષયમાં નાપાસ થતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

By

Published : May 21, 2019, 2:17 PM IST

રાજકોટઃ આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામમાં બે વિષયમાં નપાસ થતા ઉપલેટાની એક વિધાર્થીનીએ એપાર્ટમેન્ટના 6 માળેથી કૂદકો લગાવ્યો હતો, જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.

યુવતીએ આપઘાતનો પ્રયાસ

તુલસી એપાર્ટમેન્ટના 6 માળેથી કૂદકો લગાવતા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનના છાપરા ઉપર પડતા જીવ બચી ગયો હતો અને આસપાસના લોકોએ વિદ્યાર્થીનીને સમયસર ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી અને વિદ્યાર્થીનિનો જીવ બચી ગયો હતો, વિદ્યાર્થીનીની પરિસ્થિતિ હાલમાં નોર્મલ છે, તેવું ડોકટરે જણાવ્યું હતું. વિદ્યાર્થીનીની માતા GRDમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળેલ છે.

યુવતીએ આપઘાતનો પ્રયાસ

ABOUT THE AUTHOR

...view details