ગુજરાત

gujarat

Rajkot News: રાજ્યમાં રખડતા શ્વાનનો ત્રાસ, માસૂમ બાળકને ભર્યા બચકા

By

Published : Feb 25, 2023, 2:22 PM IST

Updated : Feb 25, 2023, 3:37 PM IST

રાજકોટના શાપર વેરાવળમાં રખડતા શ્વાનને અઢી વર્ષના બાળકને બચકા ભર્યા છે. શ્વાનના હુમલાથી બાળક બુમાબુમ કરતા સ્થાનિકોએ શ્વાનના મુખમાંથી બાળકને છોડાવ્યું હતું. બાળક ઈજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Rajkot News: રાજ્યમાં રખડતા શ્વાનનો ત્રાસ, માસૂમ બાળકને ભર્યા બચકા
Rajkot News: રાજ્યમાં રખડતા શ્વાનનો ત્રાસ, માસૂમ બાળકને ભર્યા બચકા

રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક, અઢી વર્ષના બાળકને ભર્યા ભચકા

રાજકોટ : રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. સુરતના ખજોડમાં બે વર્ષીની બાળકી પર શ્વાને હુમલો કરતા મૃત્યુ પામી હતી. તેમજ થોડા સમય પહેલા વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં 10થી 15 જેટલા લોકો પર રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ત્યારે રંગીલું કહેવાતું રાજકોટનાશાપર વેરાવળમાં પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાને અઢી વર્ષના બાળકને બચકા ભર્યા છે. જેમાં તે ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :Surat Dog Bite Case: માસૂમ બાળકી પર 30થી વધુ ડોગ બાઈટના ઘા, સારવાર બાદ મૃત્યુ

ઘર નજીક બાળક રમતું હતું અને હુમલો :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અઢી વર્ષનું બાળક અરશદ અન્સારી શાપર વેરાવળમાં પોતાના ઘર નજીક રમી રહ્યું હતું. તે દરમિયાન અચાનક એક શ્વાન દ્વારા બાળકને પાછળના ભાગેથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકે બુમાબુમ કરતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ અઢી વર્ષના બાળકને શ્વાનના મુખમાંથી છોડાવ્યું હતું. જેને લઈને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર હાલ બાળકની સારવાર શરૂ છે.

હું કપડાં ધોઈ રહી હતી અને અવાજ આવ્યો :આ મામલે બાળકની માતાએ જણાવ્યું હતું કે, અમે ઘરે બીજા માળે હતા અને હું ઘરમાં કપડાં ધોઈ રહી હતી. જ્યારે અમારું બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. તે દરમિયાન નીચેથી અવાજ આવ્યો કે તમારા બાળકને શ્વાનને કરડ્યું છે. ત્યારબાદ અમે બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈને આવ્યા છીએ. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટના વિવિધ વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ત્યારે ફરી એકવાર રાજકોટમાં શ્વાનનો ત્રાસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો :Vadodara News: 10થી 15 લોકો પર રખડતા શ્વાનો હુમલો, સ્થાનિકો ઘરમાં ને ઘરમાં

થોડા દિવસોમાં શ્વાનના હુમલાની ઘટના :સુરતના ખજોદ વિસ્તારમાં ડોગ બાઈટના કેસ મામલે બે વર્ષીય બાળકીનું સારવાર ચાલ્યા બાદ અંતે રાત્રે મૃત્યુ નીપજ્યું હતું. બાળકીના શરીર પર 30થી વધુ ડોગ બાઈટના ઘા મળી આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા વાઘોડિયા વિસ્તારમાં 10થી 15 જેટલા લોકો પર રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. શ્વાનોનો આ પ્રમાણ આતંક જોતા સ્થાનિકોએ ઘર બહાર જવાનું પણ ટાળ્યું હતું.

Last Updated : Feb 25, 2023, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details