ગુજરાત

gujarat

Rajkot Crime : ઉપલેટાના મેજિસ્ટ્રેટની સામે ખનીજ માફીયાઓએ કર્મચારીઓને ફડાકા મારી કપડાં ફાડ્યા, ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

By

Published : Mar 16, 2023, 8:19 PM IST

રાજકોટના ઉપલેટામાં ખનીજ માફીયાઓની દાદાગીરી એટલી હદે વધી કે મેજિસ્ટ્રેટની હાજરીમાં કચેરીના સ્ટાફ પર હુમલો કરી કચેરીના બે કર્મચારીઓએ થપ્પડ મારી છે. આ ઘટનામાં કોમ્પ્યુટર ઓપરેટરનું ટીશર્ટ ફાડી નાખ્યું છે. આ મામલે મામલતદારની સામે જ કર્મચારીઓ પર હુમલો થતાં ઉપલેટા મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Rajkot Crime : ઉપલેટાના મેજિસ્ટ્રેટની સામે ખનીજ માફીયાઓએ કર્મચારીઓને ફડાકા મારી કપડાં ફાડ્યા, ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Rajkot Crime : ઉપલેટાના મેજિસ્ટ્રેટની સામે ખનીજ માફીયાઓએ કર્મચારીઓને ફડાકા મારી કપડાં ફાડ્યા, ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

મહેશ ધનવાણીએ નાગવદર ગામના ચાર વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ 14 માર્ચે નોંધાવી

રાજકોટ : ઉપલેટા પંથકમાં ખનીજ માફીયાઓ બેફામ હોય અને દાદાગીરી ચલાવતા હોઈ તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 11 માર્ચે ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ ઉપલેટા તાલુકાના નાગવદર પંથકમાં ખનીજ ચોરીની તપાસમાં ગયેલ હતા. મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચેકિંગમાં હતા ત્યારે કચેરીના સ્ટાફ ઉપર ખનીજ માફીયાઓ દ્વારા હુમલો કરી કચેરીના બે કર્મચારીઓને થપ્પડ મારીને કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરનું ટી-શર્ટ ફાડી નાખ્યું હોવાની બાબત સામે આવી છે. આ પ્રકારની બાબત સામે આવતા સમગ્ર બાબતે ખુદ ઉપલેટા મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મહેશ ધનવાણીએ નાગવદર ગામના ચાર વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ 14 માર્ચે નોંધાવી છે.

એફઆઈઆરની કોપી

ખનીજ ચોરીની ફરિયાદને લઇ તપાસ થઇ રહી હતી આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મહેશ ધનવાણીએ ઉપલેટા પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 11 માર્ચના રોજ તેઓ ઉપલેટા શહેર સહિતના જ્યુડિશિયલ હેઠળ આવતા ગામોમાંથી પસાર થતી નદીના કાંઠે આવેલ ગામોની અંદર ખનીજ ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદ ઉઠતી હતી. આ બાબતે મામલતદાર તેમજ તેમની સાથે નાયબ મામલતદાર બી.પી. બોરખતરીયા, ક્લાર્ક ટી.એસ. નાઈ, મહેસુલ તલાટી એમ.વી. કરંગીયા, કોમ્પ્યુટર ઓપરેટર રવિ બેલા, મહેસુલ તલાટી આર.કે. સોલંકી અને મામલતદારના ડ્રાઇવર ભગીરથસિંહ વાળા સહિતનાઓ દ્વારા ઉપલેટા તાલુકા વિસ્તારની અંદર આકસ્મિક ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા.

આ પણ વાંચો Mineral theft in Rajkot: ઉપલેટા મામલતદારે વાહન ચેકિંગ દરમિયાન ખનીજ ચોરી કરતી બે ટ્રકો ઝડપી

રેતી ચોરીનો મામલાની જાણ થઇ આ ચેકિંગ દરમિયાન ઉપલેટા તાલુકાના નાગવદર ગામે રાત્રિના 11:00 વાગ્યા આસપાસ સ્મશાન રોડ પર વેણુ નદી કાંઠે રેતીના સટ્ટામાંથી સાદી રેતીની ચોરી થતી હોવાની બાબત જણાતા ખનીજ ભરી રહેલા લોડર અને રેતી ભરેલ એક ટ્રેક્ટર જેમાં પાંચ ટન રેતીનો જથ્થો, એક ટ્રક જેમાં 30 મેટ્રિક ટન સાદી રેતી ભરેલ હોવાનું, એક લોડર મારફત રેતી ભરવાનું કામ ચાલુ હતું. જે બાબતે મામલતદાર અને કચેરી સ્ટાફ દ્વારા તેઓને બોલાવી ખનીજ અંગેની રોયલ્ટી પાસ પરમિટ અંગેનું પૂછતા કોઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.

ઓપરેટર રવિ બેલાનું ટીશર્ટ ફાડી નાંખ્યુંકચેરી સ્ટાફ દ્વારા આ અંગે પૂછતાછ કરતા યોગ્ય જવાબ ન આપતા પ્રથમ એક વ્યક્તિને બાદમાં અન્ય ત્રણ વ્યક્તિઓ આવી મામલતદાર કચેરી સ્ટાફના કોમ્પ્યુટર ઓપરેટર રવિ બેલા અને ક્લાર્ક ટી.એસ. નાઇને એ થપ્પડના ઘા મારી લીધા અને ઓપરેટર રવિ બેલાનું ટીશર્ટ પણ ફાડી નાખી ઝપાઝપી કરતા કરી હતી. આ દરમિયાન અહીં ઊભેલા લોડર અને ટ્રેક્ટરના ડ્રાઇવર અંધારાનો લાભ લઈ ત્યાંથી નાસી ગયા હતા. ઉપલેટાના નાગવદર ગામે વેણુ નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ચોરીની ચેકિંગમાં મામલતદાર કચેરીના મામલતદાર તેમજ અન્ય સ્ટાફના વ્યક્તિઓની સાથે ઝપાઝપી કરી કચેરીના બે કર્મચારીઓને થપ્પડ મારી એકનું ટીશર્ટ ફાડી નાખતા ઉપલેટા મામલતદારે સમગ્ર બાબતે ઉપલેટા પોલીસ મથકમાં નાગવદર ગામના ચાર જેટલા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચો મોડાસામાં ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરને જાનથી મારી નાંખવાની ધમકી મળી

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મહેશ ધનવાણીએ ફરિયાદ નોંધાવી ઉપલેટા તાલુકાના નાગવદર ગામે ખનીજ ચોરીના ચેકીંગ દરમિયાન બનેલા બનાવને લઈને ઉપલેટા મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મહેશ ધનવાણીએ સમગ્ર બાબતે ઉપલેટા પોલીસ મથકમાં નાગવદર ગામના સંજય ભુપત ભીંટ, ભીમા મશરી ભીંટ, સાગર જેસા ભીંટ, પરેશ અરજણ ભીંટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આ સમગ્ર મામલે ઉપલેટા પોલીસે ચારેય વ્યક્તિઓ સામે IPC કલમ 332, 379, 294(ખ), 114 તેમજ માઈન્સ એન્ડ મિનરલ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટની કલમ 4(1)(2) મુજબ ગુનો નોંધી તમામને હસ્તગત કર્યા હોવાનું સામે આવ્યું છે. અને હાલ આ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.કે. જાડેજા સમગ્ર બાબતની તપાસ ચલાવી રહ્યા છે.

લોકોમાં ભયનો માહોલ ઉપલેટાના નાગવદર ગામે બનેલા આ બનાવ બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે અગાઉ પણ ખનીજ માફીયાઓ દ્વારા ઉપલેટાના મામલતદારની ગાડી રોકી હુમલો કરવાનો પ્રયત્ન કરી ગાળાગાળી કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના બનતા લોકો જણાવે છે કે ખનીજ માફિયાઓની દાદાગીરી અને કાયદાની ઢીલી પકડ હોય તેમ ખુદ મેજિસ્ટ્રેટની સામે જ મેજિસ્ટ્રેટના કર્મચારીઓ પર હુમલો કરી દાદાગીરી કરી હુમલો કર્યો છે. આ પ્રકારની ગેરરીતિ કરનારાઓ સામે અવાજ ઉઠાવનાર કે ફરિયાદ કરનાર વ્યક્તિઓની સુરક્ષાને લઈને તંત્ર ઢીલું હોય અને ઢીલાસ વાપરતું હોય તેનો લાભ લઇ ખનીજ માફીયાઓ મેજિસ્ટ્રેટના કર્મચારી પર મેજિસ્ટ્રેટની સામે જ હુમલો કરતા તંત્ર અને કાયદાની કથળી પરિસ્થિતિનું મોટું ઉદાહરણ જોવા મળ્યું છે. ત્યારે હજુ પણ તંત્ર કડક નહીં બને તો પરિસ્થિતિ વણશે તેવી પણ શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details