ગુજરાત

gujarat

Rajkot Crime: જન્મદિવસની રાત જેલમાં વીતાવી, રસ્તા પર બર્થ ડે સેલિબ્રેશન કરતા 9 સામે એક્શન

By

Published : Feb 13, 2023, 2:10 PM IST

રાજકોટમાં રસ્તા પર બર્થ ડે સેલિબ્રેશન કરતા 9 ઈસમો વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો છે. જોરજોરથી અવાજો રહિશોને કરી રહ્યા હતા હેરાન. જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Rajkot police: જન્મદિવસની રાતે જેલમાં, રાજકોટમાં રસ્તા પર બર્થ ડે સેલિબ્રેશન કરતા 9 ઈસમો વિરુદ્ધ પોલીસની ટ્રેન્ડીંગ કાર્યવાહી
Rajkot police: જન્મદિવસની રાતે જેલમાં, રાજકોટમાં રસ્તા પર બર્થ ડે સેલિબ્રેશન કરતા 9 ઈસમો વિરુદ્ધ પોલીસની ટ્રેન્ડીંગ કાર્યવાહી

રાજકોટમાં રસ્તા પર બર્થ ડે સેલિબ્રેશન કરતા 9 ઈસમો વિરુદ્ધ પોલીસની ટ્રેન્ડીંગ કાર્યવાહી

રાજકોટઃરાજકોટના સ્વામિનારાયણ ચોક નજીક રાત્રિના સમયે જાહેરમાં રસ્તો બંધ કરીને બર્થ ડેની ઉજવણી કરતા નવ જેટલા શખ્સો વિરૂદ્ધ માલવયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જ્યારે આ શખ્સોએ ઘટના સ્થળે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. ત્યારે આ મામલે માલવીયાનગર પોલીસે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને જાણ કરી:સ્વામિનારાયણ ચોકમાં ગઈકાલે રાત્રિ દરમિયાન કેટલાક શખ્સો ભેગા મળીને જાહેરમાં રસ્તો બંધ કરીને બર્થ ડે સેલિબ્રેશન કરી રહ્યા હતા. તે દરમિયાન જોરજોરથી અવાજો પણ કરી રહ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિકે પોલીસને કરી હતી. જેના કારણે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે જેનો બર્થ ડે હોય તે વિશાલ જોશી અને તેનો ભાઈ કિસન જોશી સહિતના શખ્સો દ્વારા પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને બોલાચાલી કરી હતી. ત્યારબાદ આ ઈસમો ભાગી છુટ્યા હતા. જે મામલે રાજકોટ માલવીયાનગર પોલીસે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો Rajkot AIIMS : રાજકોટ એઈમ્સને ઓક્ટોબરમાં જનતા માટે ખુલ્લી મુકાશે: મનસુખ માંડવીયા

નોંધાયો ગુન્હો:સ્વામિનારાયણ ચોક નજીક જાહેરમાં બર્થ ડે ઉજવણી અને પોલીસ સાથે ઘર્ષણ મામલે પોલીસે 9 સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે વિશાલ જોશી, નયનાબેન જોશી, મિતાલીબેન જોશી, દર્શન નિલેશભાઈ ભટ્ટ, કિરીટ ઉર્ફે કિરો પીઠડીયા, વિનય ભટ્ટ, ગોપાલ બોળીયા, પ્રતીક માંલમ નામના લોકો સામે ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે ઈસમો વિરુદ્ધ મારામારી, ટોળાનો પોલીસ પર હુમલાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ઘટનાના ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈને રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો MahaShivratri 2023: ભક્તિની ઘેલછા વળગી, જાપાનીઝ દંપતી મહાશિવરાત્રી ઉજવવા માટે આવે છે દર વર્ષે રાજકોટ

રાત્રે દરમિયાન જાગૃત નાગરિકે આ ઘટનાની પોલીસને કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તે દરમિયાન પોલીસ સાથે પણ આ ઈસોમો દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી. જેને લઈને નવ જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ મામલે પોલીસ માલવીયાનગર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે---સુધીર દેસાઈ(રાજકોટ ડીસીપી)

ABOUT THE AUTHOR

...view details