ગુજરાત

gujarat

Rajkot Crime News: દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં હોટેલ કર્મચારીની ધરપકડ

By

Published : Mar 24, 2023, 4:30 PM IST

રાજકોટમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાળકીએ તેના પિતા પાસે મોબાઇલ લેવાની જીદ કરી હતી જે ન મળતાં રીસાઇને ઘેરથી નીકળી ગઇ હતી. રાત રોકાવા હોટલમાં રુમ ન મળતાં અન્યત્ર જતી વખતે હોટેલ કર્મચારીએ તેને બીજી હોટલમાં લઇ જઇ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.

Rajkot Crime News : રાજકોટમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, હોટેલ કર્મચારીની ધરપકડ
Rajkot Crime News : રાજકોટમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, હોટેલ કર્મચારીની ધરપકડ

દુષ્કર્મ આરોપીની ધરપકડ થઇ ગઇ છે

રાજકોટઃ રાજકોટમાં એક 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના ગાંધીગ્રામ પોલીસમથક વિસ્તારમાં આ દુષ્કર્મનો ગુનો બન્યો છે. જ્યારે દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ પોલીસે દુષ્કર્મના આરોપી એવા હોટલ કર્મચારી ગૌતમ પરમારને તાત્કાલિક પકડી પાડ્યો હતો. તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી તેમજ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રીસાઇને ઘેરથી નીકળી : બાળકી દુષ્કર્મનો ભોગ બનેલી આ બાળકીએ પિતા પાસે નવો મોબાઈલ લેવાની જીદ કરી હતી. જેને પિતાએ પુરી ન કરતા તે રીસાઈને ઘરેની નીકળી ગઇ હતી. ત્યારબાદ તેની સાથે આ દુષ્કર્મની ઘટના બની હતી. રાજકોટમાં માત્ર ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો Surat Crime News : સુરતના પાંડેસરામાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ, આરોપી સામે પોકસો એક્ટનો ગુનો નોંધાયો

મોબાઇલની જીદ હતી : પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા બાળકીએ ઘર છોડ્યું હતું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકીએ પોતાના પિતા પાસે નવો મોબાઈલ લેવાની જીદ કરી હતી. જેને પિતાએ માન્ય રાખી નહોતી. ત્યારે આ બાળકી રીસાઈને પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. જ્યારે આ બાળકી શહેરના કોટેચા ચોકમાં આવેલ એક હોટેલમાં પહોંચી હતી. જ્યાં આ 10 વર્ષની બાળકીને હોટેલ સંચાલકો દ્વારા રૂમ આપવામાં આવ્યો નહોતો. ત્યારબાદ હોટેલનો કર્મચારી આ બાળકીનો પીછો કરીને તેને ફોસલાવીને માલવીયા ચોકમાં આવેલી બીજી હોટેલમાં લઈ ગયો હતો. જ્યાં આ બાળકી સાથે ગૌતમ પરમાર નામના કર્મચારી દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો પાલનપુરમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મથી ચકચાર, પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી :આ અંગે રાજકોટના એસીપી ભાર્ગવ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 10 વર્ષની બાળકીને તેના પિતા સાથે મોબાઈલ બાબતે વિવાદ થતા તે ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જો કે બાળકી પરત ઘરે ફરતા તેના પિતાએ પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેની સાથે દુષ્કર્મની ઘટના બની છે.

હોટલ કર્મચારી ઓળખતો હતો : ઘેરથી નીકળી ગયેલી આ બાળકી એક હોટેલમાં પહેલાં પહોંચી હતી જ્યાં તે પહેલાં ગઇ હોવાથી માલૂમી હતી. તેમાં રાત રોકાવા માટે રૂમ ન મળતા તે અન્ય હોટેલ જવા નીકળી હતી. જેને અગાઉથી જ સોશિયલ મીડિયા મારફતે હોટેલનો કર્મચારી ઓળખતો હોઇ તે પણ આ બાળકી સાથે ગયો હતો. આરોપીએે અન્ય હોટેલમાં બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને રૂમ મેળવ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે ગૌતમ પરમાર નામના આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details