ગુજરાત

gujarat

Rajkot News : કોંગ્રેસે મનપાના બગીચામાં કાર્યાલય ઉભું કરીને લોકોના પ્રશ્નો સાંભળ્યા

By

Published : Apr 27, 2023, 4:21 PM IST

રાજકોટ મનપાના બગીચામાં ભાનુ સોરાણીએ કોંગ્રેસનું કાર્યાલય ઊભું કર્યું હતું. મનપાનું કાર્યાલય અને સરકારી કાર જમા કરાવી દેતા ભાનુ સોરાણીએ કોર્પોરેશન ખાતે રિક્ષામાં આવી પહોંચ્યા હતા. જ્યાં બગીચામાં બેસીને લઈને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા

Rajkot News : કોંગ્રેસે મનપાના બગીચામાં કાર્યાલય ઉભું કરીને લોકોના પ્રશ્નો સાંભળ્યા
Rajkot News : કોંગ્રેસે મનપાના બગીચામાં કાર્યાલય ઉભું કરીને લોકોના પ્રશ્નો સાંભળ્યા

રાજકોટ મનપાના બગીચામાં કોંગ્રેસે કાર્યાલય શરૂ કર્યું

રાજકોટ : મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ગઈકાલે કાર્યાલય અને સરકારી કાર કોર્પોરેશનના અધિકારીઓને જમા કરવામાં આવી હતી. ત્યારે આજે કોંગ્રેસના કોર્પોરેટર એવા ભાનુ સોરાણીએ રાજકોટ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવેલા બગીચામાં જ કોંગ્રેસનું કાર્યાલય ઊભું કર્યું હતું અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. ગઈકાલે જ કાર અને કાર્યાલયની વાળી જમા કરાવતા સમયે જ ભાનુબેન સોરાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જો મનપા દ્વારા તેમને કાર્યાલય ફાળવવામાં નહીં આવે તો તેઓ ગાર્ડનમાં બેસીને જ પ્રજાના પ્રશ્નો સાંભળશે અને તેમના માટે રજૂઆત કરશે. જેને લઈને આજે કોંગ્રેસના કોર્પોરેટર એવા ભાનુબેન સોરાણી બગીચામાં જ કોંગ્રેસનું કાર્યાલય ખોલ્યું હતું અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.

આ પણ વાંચો :Gujarat Congress Demand : ગાંધીનગરમાં સરકારી બંગલોમાં રહેતાં પૂર્વપ્રધાનોના નામ ગણાવતી કોંગ્રેસ, સરકાર પર સાધ્યું નિશાન

રીક્ષામાં આવ્યા ભાનુબેન :રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વિપક્ષનું પદ ભોગવતા ભાનુ સોરાણીને ગઈકાલે જ મનપાનું સરકારી કાર્યાલય અને સરકારી કાર જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું હતું. તેને લઈને તેમને આ કાર્યાલય અને સરકારી કારને જમા કરાવી હતી. ત્યારબાદ આજે સવારે તેઓ કોર્પોરેશન ખાતે રિક્ષામાં આવી પહોંચ્યા હતા અને મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવેલા બગીચામાં બેઠા હતા. જ્યાં રજૂઆત કરવા માટે આવેલા લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. જ્યારે ભાનુબેન સાથે કોંગ્રેસ નેતા વિરલ ભટ્ટ પણ સહિતના કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળ્યા હતા. જ્યારે સ્થાનિકો ફરિયાદ લઈને પણ કોંગ્રેસના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.

આ પણ વાંચો :Bhavnagar News : વ્યાપમ ઘોટાલા કરતા વ્યાપક ડમી ઉમેદવાર કૌભાંડ હોવાનો દાવો કરતાં જગદીશ ઠાકોર

લોકો સ્થાનિક પ્રશ્નો લઈને આવ્યા :જ્યારે આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર ભાનુ સોરાણીએ જણાવ્યું હતું કે, હવે દરરોજ હું મનપાના ગાર્ડનમાં બેસીને લોકોના પ્રશ્નો સાંભળીશ. સ્થાનિકોએ મને મત આપ્યા છે જેના કારણે હું તેમની સેવા કરવા માટે કાયમી રહીશ. જ્યારે સ્થાનિકો નાના મોટા પ્રશ્નો જેવા કે રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પાણીના સહિતના મુદ્દે મને રજૂઆત માટે આવતા હોય છે તેને હું સાંભળીશ અને તેનું નિરાકરણ લાવીશ. લોકોના પ્રશ્નો સાંભળવા માટે મારે કોઈ ઓફિસ કે સરકારી કારની જરૂર નથી. ઉલ્લેખનિય છે કે રાજકોટ મનપામાં હવે વિપક્ષ પદ સંપૂર્ણ નાબૂદ થયું હોય તેવું આ ઘટના પરથી જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details