ગુજરાત

gujarat

Jasdan Petrol Pump : ડીઝલ નખાવી રૂપિયા દીધા વગર કારચાલકે ચાલતી પકડી, જૂઓ વિડીયો

By

Published : Mar 15, 2023, 4:10 PM IST

Updated : Mar 15, 2023, 6:10 PM IST

રાજકોટ જસદણ બાયપાસ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર કાર ચાલક કારમાં ડીઝલ પુરાવી પલાયન થઈ ગયો છે. ત્યારે આ મામલે જસદણ પોલીસ CCTVના આધારે તપાસનો ચક્રો ગતિમાન કર્યો છે.

Jasdan Petrol Pump : ડીઝલ નખાવી રૂપિયા લીધા વગર કારચાલકે ચાલતી પકડી, જૂઓ વિડીયો
Jasdan Petrol Pump : ડીઝલ નખાવી રૂપિયા લીધા વગર કારચાલકે ચાલતી પકડી, જૂઓ વિડીયો

જસદણમાં ડીઝલ નખાવ્યું અને પૈસા આપ્યા વગર કાર ચાલક થયો ફરાર

રાજકોટ :રાજકોટ જસદણ બાયપાસ પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લેભાગુ કિસ્સો સામે આવ્યો છે. એક તરફ મોંઘવારી માર મૂકી રહી છે. ત્યારે બીજી તરફ કેટલાક અસામાજિક રોલામારુ તત્વોની ગંદી હરકત પેટ્રોલ પંપ પર આવી રહી છે. જસદણ બાયપાસ પાસે આવેલા પેટ્રોલ પંપ પર એક સ્વીફ્ટ કાર આવી હતી. પેટ્રોલ પંપ પર કર્મચારીને 2500નું ડીઝલ ભરવાનું કહ્યું હતું. ગાડીમાં ડીઝલ ભર્યા બાદ કારચાલક પેટ્રોલ પંપના કર્મચારીને રુપીયા આપ્યા વગર જતો રહે છે. સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ છે.

CCTVના આધારે તપાસ : પેટ્રોલ પંપ પર લોકો ખાસ કરીને પેટ્રોલ ડીઝલ ભરાવ્યા બાદ ઘણી વખત રુપીયા આપ્યા વગર થઈ જતા હોય છે, ત્યારે આવી ઘટનાને લઈને ઘણી વખત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો જસદણ પેટ્રોલ પંપમાં બનતા સમગ્ર ઘટના મામલે પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :કારચાલકે પેટ્રોલ તો પૂરાવ્યું ને પછી... જૂઓ વિડીયો

શું છે સમગ્ર મામલો : રાજકોટ જસદણ બાયપાસ પર આવેલા સોમનાથ પેટ્રોલ પંપની અંદર એક કાર ચાલક કાર લઈને ડીઝલ ભરવા માટે આવ્યો હતો. જેમાં કારની અંદર 2500 રૂપિયાનું ડીઝલ ભરાવ્યાં બાદ કારચાલક પેટ્રોલ પંપના કર્મચારીને પૈસા આપ્યા વગર જ કાલ લઇને રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. પરંતુ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવી પૈસા નહિ આપનાર કારચાલકની કાર નંબર પ્લેટ વગરની હોવાથી હજુ સુધી કોઈપણ પ્રકારની માહિતી સામે નથી આવી. જેથી આ મામલે પોલીસે CCTVના ફૂટેજ મેળવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :CNG gas pump owner Strike: વાહનોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી

અન્ય એક ઘટના : ઉલ્લેખનીય છે કે, થોડાક મહિલા પહેલા પણ સુરતના કામરેજ વિસ્તારમાં એક કાર ચાલક પેટ્રોલ ભરાવી રૂપિયા ચૂકવ્યા વગર રફુચક્કર થઈ ગયો હતો. કામરેજ વિસ્તારમાં સ્વીફટ કાર ચાલકે 3770નું પેટ્રોલ ભરાવીને ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત કેટલાક જગ્યાએ તો લૂંટફાટના બનાવો પણ સામે આવે છે. જોકે, આવી ક્રાઇમની ઘટના બાબતે પોલીસને જાણ થતાં તે કાયદાકીય પગલાં લેતી હોય છે.

Last Updated : Mar 15, 2023, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details