ગુજરાત

gujarat

Rajkot News : ધોરાજી ઉપલેટાને જોડતો પુલ શરૂ થાય તે પહેલા છ માસમાં ત્રીજી વખત ગાબડાઓથી ભરપૂર

By

Published : May 27, 2023, 8:13 PM IST

Rajkot News : ધોરાજી ઉપલેટાને જોડતો પુલ શરૂ થાય તે પહેલા છ માસમાં ત્રીજી વખત ગાબડાઓથી ભરપૂર

રાજકોટના ધોરાજી-ઉપલેટાને જોડતો જૂનો ભાદરનો પુલનું લોકાર્પણ થાય તે પહેલા 6 માસમાં ત્રીજી વખત ગાબડાઓ પડ્યા છે. પુલના આ પ્રકારના દ્રશ્યો સામે આવતા માજી ધારાસભ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આ ઉપરાંત પુલના ગાબડાઓને લઈને રાહદારીઓ પણ અધિકારીઓ-કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારનું કહી રહ્યા છે.

ધોરાજી-ઉપલેટાને જોડતો ભાદરનો પુલ 6 માસમાં ત્રણ વાર ગાંબડા

રાજકોટ : ધોરાજી અને ઉપલેટાને જોડતો જુનો ભાદરના પુલ જર્જરિત હાલતમાં હોવાને લઈને તંત્ર દ્વારા નવા પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ નવો પુલ બની ગયો છે અને આ બનેલો પુલ શરૂ થાય તે પહેલા જ અનેક વખત ક્ષતિગ્રસ્ત એટલે કે તૂટી ગયેલા હોવાના દ્રશ્યો સર્જાયા છે. લોકોના સુખાકારી માટેનો રસ્તો અને પુલ તૂટીને મસમોટા ગામડાઓથી ભરપૂર થવા લાગ્યો છે. પુલ શરૂ થાય અને લોકાર્પણ થાય તે પહેલા જ ત્રીજી વખત ગાબડા થતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

તાજેતરમાં છ માસ પહેલા બનેલા ભાદર નદી પરનો પુલમાં અત્યાર સુધીમાં ત્રીજી વખત ગાબડાઓ પડ્યા છે. આ બાબતે તેમણે તંત્રને રજૂઆત કરેલી છે. જેમાં તંત્ર કોન્ટ્રાક્ટરને બચાવવા માટે અને ઢાંકપિછોડો કરવા માટે ગાબડાઓ પુરી અને લોલમલોલ કામગીરી ચલાવી રહ્યા છે. આ અંગે સરકાર અને મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ એવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કે સરકાર જ આ કોન્ટ્રાક્ટરને બચાવવા માટે મથી રહી છે. આ પુલમાં કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા તેમની તપાસ કરી અને યોગ્ય મરામત કરવામાં આવે તે ખાસ જરૂરી છે- લલિત વસોયા (માજી ધારાસભ્ય)

મિલીભગતની વાત : ધોરાજી-ઉપલેટાને જોડતો આ રસ્તો રાહદારીઓ તેમજ રોજ આવન-જાવન કરતા લોકો માટે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતો. આ રસ્તાનું સમારકામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં સમારકામ પૂર્ણ થાય અને રસ્તાનું લોકાર્પણ થાય તે પહેલા જ રસ્તો ગામડાઓથી ભરાઈ ચૂક્યો છે. રસ્તાની અંદર મોટું ભ્રષ્ટાચાર થયું હોય તેમજ પરથી નીચે સુધીના તમામ તંત્રના જવાબદાર અધિકારીઓ, તંત્ર સાથે કોન્ટ્રાક્ટરની અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગત હોય તેમ તેવું રાહદારીઓ જણાવે છે.

માનવતાના રક્ષણ માટેના પગલાં : આ ગાબડાને લઈને કામગીરી અંગેના પગલાં લેવાને બદલે તંત્ર અને સરકાર જાણે જવાબદારને વારંવાર છાવરવા મથતું હોવાના રાહદારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે આ કંપનીને બ્લેક લિસ્ટ કરી, તેમના વિરુદ્ધ પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી, પુલ સંપૂર્ણ તૂટીને કોઈનો જીવ જાય તે પહેલા તંત્ર અને સરકારે માનવતાના રક્ષણ માટેના પગલાં લે છે કે કેમ તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે.

  1. Devbhoomi Dwarka news: ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત, 8 લોકોને ગંભીર ઈજા
  2. Rajkot News : ઉદ્ઘાટનના શ્રી ગણેશ થાય તે પહેલા પુલ પર ગાબડા, પાંચ વર્ષથી સમારકામ માટે બંધ છે રસ્તો
  3. Surat Accident : તાપી નદીના પુલ પર ટેમ્પો લટકાયો, એકનું મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details