Devbhoomi Dwarka news: ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત, 8 લોકોને ગંભીર ઈજા

author img

By

Published : May 6, 2023, 5:53 PM IST

three-dead-8-seriously-injured-after-falling-off-chhakado-rickshaw-bridge-near-bhanwad-devbhoomi-dwarka-district

દ્વારકાના ભાણવડ પાસે એક રીક્ષાને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. ભાણવડના જામ રોજીવાળા ગામે છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા અકસ્માત સર્જાયો હતો.

છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત

દ્વારકા: ભાણવડ નજીક અકસ્માતમાં રીક્ષાને અકસ્માત નડતા ત્રણના વ્યકિતના મોત નિપજ્યા છે અને આઠ વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને હાલ જામનગર અને ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે. મળેલી માહિતી અનુસાર જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે છકડા રિક્ષામાં જતા સમયે રીક્ષા પુલ પરથી નીચે ખાબકયો હતો.

ત્રણ મહિલાના ઘટના સ્થળે મોત: અકસ્માતમાં ત્રણ મહિલાઓના કરુણ મોત થયા છે. મૃત્યુ પામનારની ગીતાબેન ભરતભાઈ નનેરા, હુશેનભાઈ શાહમામદભાઈ અને મુક્તાબેન ધનજી ભાઈ નનેરા તરીકેની ઓળખ થઇ છે. મળતી વિગત અનુસાર છકડો રિક્ષાના ડ્રાઇવરે સ્ટીરીગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. પુલ આમ પણ ખખડધજ થઈ ગયો છે. માલવાહક વાહનો અહીંથી પસાર થતા હમેશા અકસ્માતનો ભય રહે છે.

માલવાહક રિક્ષામાં પેસેન્જર ભર્યા હોવાનું સામે આવ્યું: ઘટનાને પગલે ભાણવડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર માલવાહક રિક્ષામાં પેસેન્જર ભર્યા હોવાથી અકસ્માત થયો હતો. રિક્ષા ઓવરલોડ હતી કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહોનું પંચનામુ કરી પીએમ અર્થે ખસેડ્યા છે.

આજના મુખ્ય સમાચાર

Gujarat Government Chintan shivir: ગુજરાત સરકારની ત્રિદિવસીય દસમી ચિંતન શિબિર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાશે

Talati Exam 2023 : સાબરમતીથી પાલનપુર તથા ગાંધીગ્રામથી ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો દોડશે

Kutch news: કચ્છની પ્રાચીન હસ્તકલાને પુનર્જીવિત કરવા સેન્ટર ફોર રિવાઈવલ ઓફ હેરિટેજ ક્રાફટની શરૂઆત

પુલની હાલત ખખડધજ: સ્થાનિકો જણાવી રહ્યા છે કે પુલ ખખડધજ હાલતમાં છે અને અહીંથી ભારે વાહનો પસાર થાય ત્યારે સમગ્ર પુલ ધ્રુજવા લાગે છે અને પુલમાં રસ્તો પણ ખરાબ હોવાના કારણે અકસ્માત થવાનો રહે છે. છકડો રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા 45 ફૂટ ઊંચેથી છકડો રીક્ષા નીચે ખાબક્યો હતો છે. મૃત્યુ પામેલી ત્રણ મહિલાઓના મૃતદેહને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.