ગુજરાત

gujarat

વિશ્વ કપ 2023: જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તો આ ગુજરાતી આપશે ટીમના તમામ સભ્યોને પ્લોટ

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2023, 2:49 PM IST

Updated : Nov 18, 2023, 3:59 PM IST

રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણી કેયુર ઢોલરિયાએ જાહેરાત કરી છે કે, જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તો ટીમના તમામ સભ્યોને 251 વારનો પ્લોટ આપવામાં આવશે. plots for the winning indian team in Rajkot, Rajkot BJP leader Keur Dholriya

Etv Bharat Keur Dholriya announced the plot to the Indian team
Etv Bharat Keur Dholriya announced the plot to the Indian team

કેયુર ઢોલરિયા, ભાજપ અગ્રણી

રાજકોટ: આવતીકાલે વિશ્વકપની લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ, રાજકોટમાં પણ ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે. વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના દ્વારા શાનદાર દેખાવથી દેશવાસીઓ ભારતીય ક્રિકેટ ટીમને વિશ્વ વિજેતા તરીકે નિહાળવા આતુર છે. આ દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણી કેયુર ઢોલરિયાએ જાહેરાત કરી છે.

ભાજપના અગ્રણી કેયુર ઢોલરિયાની જાહેરાત

ટીમના દરેક સભ્યોને પ્લોટ મળશે:રાજકોટ તાલુકાના સરપંચ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ તેમજ ભાજપ અગ્રણી કેયુર ઢોલરિયાએ કહ્યું છે કે, જો ભારતીય ટીમ વિશ્વ કપ જીતશે તો 15 ખેલાડી અને એક કોચ એમ 16 સભ્યોને ભાયાસર-કાથરોટ નજીક શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં 251 વારનો પ્લોટ આપવામાં આવશે.

ટીમના તમામ સભ્યોને 251 વારનો પ્લોટ

'આજે લાભ પાંચમના દિવસે અમે અમારું શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીઝ ઝોન શરૂ કરી છીએ. હાલ દેશભરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે. એવામાં ભારત વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશવાસીઓની સ્વપ્ન છે કે ભારત વર્લ્ડકપ જીતે. દેશના વડાપ્રધાન ભારતીય ટીમનો જુસ્સો વધારવા પોતે અમદાવાદ ખાતે ફાઇનલ જોવા માટે આવનાર છે. હું પણ નાનપણથી ક્રિકેટ રમુ છું અને મને પણ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. જેના કારણે મને એક વિચાર આવ્યો કે ભારતીય ટીમનો જુસ્સો અને જોમ વધે અને ભારતીય ટીમ ફાઇનલ મેચ જીતે તો અમે ટીમના 15 ખેલાડીઓ અને એક કોચ એમ 16 સભ્યોને 251 વારનો એક એક પ્લોટ અર્પણ કરશું.' -કેયુર ઢોલરિયા, ભાજપ અગ્રણી

'રાજકોટની નજીક આવેલ લોઠડા ઇન્ડસ્ટ્રીઝ ઝોન 50 એકરમાં શિવમ ઇન્ડસ્ટ્રીઝ ઝોન બનાવી રહ્યા છીએ. ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ છે. આ ખેલાડીઓને આપવામાં આવનાર એક પ્લોટની કિંમત અંદાજિત રૂ.10 લાખ જેવી થાય છે. આ પ્લોટ અમે ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ બોર્ડનો સંપર્ક કરીને આપવાના છીએ. ત્યારબાદ જો કોઈ ક્રિકેટર તેમના પરિવારના સભ્યોના નામે આ પ્લોટ કરાવવા માગતા હોય તો તે પણ અમે કરી આપીશું. અમારા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 230 પ્લોટ છે. તેમજ અમે તમામ ખેલાડીઓ માટે 16 પ્લોટ અલગ રાખ્યા છે.' - કેયુર ઢોલરિયા, ભાજપ અગ્રણી

આવતી કાલે મહા મુકાબલો:ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ફાઇનલ મેચનો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે યોજાશે જેમાં ટીમ ઇન્ડિયા ગઈ કાલે જ અમદાવાદ પહોંચી ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ અમદાવાદ આવી પહોંચી છે. 19 તારીખે એટલે કે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપ માટે જંગ જામશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. પીએમ મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી ક્રિકેટ મેચમાં હાજર રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ હાજરી આપશે.

VVIP મહેમાનોનો જમાવડો:વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ મેચ જોવા માટે અનેક વીવીઆઈપી મહેમાનો આવી રહ્યા છે અને સાથે જ દુનિયાભરમાંથી દર્શકો પણ આવશે. જેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તેની તૈયારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. વર્લ્ડ કપ મહામુકાબલો ખેલવા ઓસ્ટ્રેલિયાની ટીમ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચી, જૂઓ વીડિયો
  2. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડકપની ફાઈનલ જોવા પીએમ મોદી આવશે અમદાવાદ
Last Updated : Nov 18, 2023, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details