ગુજરાત

gujarat

Rajkot Abhayam : 10 વર્ષની દીકરી માતાને શોધવા રાજકોટ આવી અને ભૂલી પડી પછી...

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 3:34 PM IST

રાજકોટ અભયમ ટીમે એક ભૂલી પડેલી બાળકીનું માતા સાથે મિલન કરાવ્યું છે. 10 વર્ષીય બાળકીના જણાવ્યા અનુસાર તેના માતા-પિતા વચ્ચે ઝઘડો થતો હતો. જેથી માતા ઘર છોડીને જતી રહી હતી. જેને શોધવા માટે આ દીકરી અમરેલીથી રાજકોટ આવી હતી. જેમાં બાળકી રાજકોટમાં ભૂલી પડી ગઈ હતી. ત્યારે જાણો કેવી રીતે અભયમ ટીમે બાળકીનું માતા સાથે પુનઃમિલન કરાવ્યું...

Rajkot Abhayam
Rajkot Abhayam

10 વર્ષની દીકરી માતાને શોધવા રાજકોટ આવી અને ભૂલી પડી પછી...

રાજકોટ :રાજકોટમાં એક અજબ ગજબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 26 સપ્ટેમ્બરના રોજ એક 10 વર્ષની દીકરી પોતાની માતાને શોધવા માટે બસમાં બેસીને અમરેલીથી રાજકોટ આવી પહોંચી હતી. જ્યારે અહીંયા તેની માતા તો તેને ન મળી, પરંતુ તે રાજકોટમાં ભૂલી પડી હતી. જેની જાણ 181 અભયમની ટીમને થતા ટીમ દ્વારા તેનું હેમખેમ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ત્યારે આ ઘટનામાં સામે આવ્યું છે કે, બાળકીના માતા-પિતાનો ઝઘડો થયો હતો. જેના કારણે તેની માતા ઘર છોડીને ચાલી ગઈ હતી. ત્યારે આ 10 વર્ષની બાળકી માતાને શોધવા માટે રાજકોટ આવી પહોંચી હતી.

માતાને શોધવા આવી દીકરી : આ ઘટના મામલે 181 અભયમ ટીમના જીનલ વણકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 181 માં અમને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. એક 10 વર્ષની દીકરી તેની માતાને શોધવા માટે રાજકોટ આવી પહોંચી છે. જ્યારે આ દીકરી અમરેલીના કોઈ ગામડામાંથી રાજકોટ આવી પહોંચી હતી. જેનું અમે કાઉન્સેલિંગ કર્યું. ત્યારે તેણે જણાવ્યું કે, મારી માતા અગાઉ ત્રણ મહિના પહેલા તેના પિયરમાં જતા રહ્યા હતા. ત્યારે હું મારી માતાને શોધવા માટે આવી છું.

માતા-પિતાનો ઝગડો બન્યું કારણ : દીકરીનું વધુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, આ દીકરીની કાકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. જેની ખબર કાઢવા માટે બાળકીની માતા બે-ત્રણ વખત આવ્યા હતા. જેના કારણે દીકરી રાજકોટ ખાતે બસ મારફતે આવી પહોંચી હતી. જ્યારે આ દીકરીના મામા સોમનાથ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના કિસ્સા સામે આવે તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય છે. આ કિસ્સામાં અમે દીકરીનું સૌથી પહેલા કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં અમે તેને પૂછ્યું હતું કે, તેની સાથે કોઈ અણબનાવ બન્યો છે. આ સાથે જ ગુડ ટચ બેડ ટચ અંગેની પણ દીકરીને જાણકારી આપી હતી. પરંતુ દીકરી સાથે આવી કોઈ ઘટના બની નહોતી.

બાળકીનું માતા સાથે મિલન : આ દીકરીના ઘરમાં દરરોજ માતા-પિતા ઝઘડા કરતા અને જેના કારણે બાળકીની માતા ઘર છોડીને જતી રહી હતી. ત્યારે બાળકી પોતાની માતાને શોધવા માટે રાજકોટ ખાતે આવી પહોંચી હતી. જેને 181 ટીમ દ્વારા માતાને પરત સોંપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, બાળકીને પોતાના પરિવાર સાથે સંપર્ક કરાવવા માટે 181 ટીમ દ્વારા રાજકોટ હોસ્પિટલમાં દાખલ તેની કાકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીના પરિવારજનોનો સંપર્ક થઈ શક્યો હતો.

  1. રાજકોટમાં 2 વર્ષથી ઘરમાં પૂરાઈ રહેલા માતા-પુત્રને 181 અભયમની ટીમે મુક્ત કરાવ્યા
  2. Banaskantha Abhayam 181 Help : બનાસકાંઠા 181 અભયમની ટીમે મૈસુરની મૂકબધિર મહિલાનું પતિ સાથે પાલનપુરમાં મિલન કરાવ્યું

ABOUT THE AUTHOR

...view details