ગુજરાત

gujarat

રાજકોટ ઝૂમાં સફેદ વાઘણ કાવેરીએ બે બાળવાઘને જન્મ આપ્યો, મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

By

Published : Dec 6, 2022, 11:43 AM IST

રાજકોટના પ્રાણી ઉદ્યાનમાં (Pradhyuman Zoological Park Rajkot) બે સફેદ વાઘ બાળનો જન્‍મ થયો છે. હાલ માતા તેમજ બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. વાઘ બાળનો જન્મ થતાં હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. (female tigress gave birth to cubs)

રાજકોટ ઝૂમાં સફેદ વાઘણ કાવેરીએ બે બાળવાઘને જન્મ આપ્યો, મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
રાજકોટ ઝૂમાં સફેદ વાઘણ કાવેરીએ બે બાળવાઘને જન્મ આપ્યો, મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ (Pradhyuman Zoological Park Rajkot) ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તેમજ તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. તેમજ દર વર્ષે અંદાજે 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે, ત્યારે ઝૂ ખાતે બે સફેદ વાઘ બાળનો જન્‍મ થયો છે. (Rajkot Zoo)

ઝુમાં બે સફેદ વાઘ બાળનો થયો જન્મસફેદ વાઘ નર દિવાકર તેમજ સફેદ માદા વાઘણ કાવેરીના સંવનનથી 108 ‍દિવસના ગર્ભાવસ્‍થાના અંતે કાવેરી વાઘણ દ્વારા પ્રથમ વખત તારીખ 5, ડિસેમ્બર, 2022ના રોજ સવારના સમયે સફેદ વાઘ બાળ જીવ 02નો જન્‍મ થયો છે. તેમજ માતા કાવેરી દ્વારા બચ્‍ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તેમજ બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તેમજ ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંઓનું CCTV દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. હાલ ઠંડીની ઋતુ ચાલતી હોવાથી બચ્ચાઓને ઠંડી ન લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. (Pradyuman Park Zoo)

પ્રાણીઓ સરેરાશ બેથી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આપેસામાન્‍ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બેથી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આ૫તા હોય છે. ઓછા કિસ્‍સામાં એક બચ્‍ચું અથવા ચારથી પાંચ બચ્‍ચાંઓ જન્‍મતા હોય છે. ચાલુ વર્ષે નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તારીખ 18, ડિસેમ્બર 2022ના રોજ સફેદ વાઘ બાળ 02 નરનો જન્‍મ થયેલ જેને હાલ માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. જે હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે. રાજકોટ ઝૂ ખાતે અત્‍યાર સુધીમાં કુલ (Tiger born in Rajkot Zoo) 13 સફેદ વાઘ બાળનો જન્‍મ થયેલ જેમાંથી ગાયત્રી વાઘણે 10 બચ્‍ચાંને જન્‍મ આપેલા, યશોધરા વાઘણે 01 બચ્‍ચાંને જન્‍મ આપેલ તેમજ કાવેરી વાઘણે 02 બચ્‍ચાંને જન્‍મ આપ્યો છે. (female tigress gave birth to cubs)

સફેદ વાઘની સંખ્યા 08 થઇરાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તેમજ એશીયાઇ સિંહોને અનુકૂળ આવી જતા સમયાંતરે સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહ્યો છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘ બાળ 02નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 08 થઇ છે. જેમાં પુખ્ત નર 01, પુખ્ત માદા 03 તેમજ બચ્ચા 4નો સમાવેશ થાય છે. હાલ ઝૂ ખાતે જુદી જુદી 61 પ્રજાતિઓના કુલ 519 વન્યપ્રાણી પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણી ઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. (Pradyuman Park Zoo)

ABOUT THE AUTHOR

...view details