ગુજરાત

gujarat

આરોગ્ય સચિવને કોરોના અંગે રજૂઆત કરવા જતા રાજકોટ મનપાના વિપક્ષના નેતાની અટકાયત

By

Published : Jul 13, 2020, 10:30 PM IST

રાજકોટમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટમાં સાંજે પહોચ્યા હતા. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામ સાગઠિયાની અટકાયત કરવામાં આવી હતી.

આરોગ્ય સચિવને કોરોના અંગે રજૂઆત કરવા જતા રાજકોટ મનપાના વિપક્ષ નેતાની અટકાયત
આરોગ્ય સચિવને કોરોના અંગે રજૂઆત કરવા જતા રાજકોટ મનપાના વિપક્ષ નેતાની અટકાયત

રાજકોટઃ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગર બાદ સાંજે રાજકોટ ખાતે આવી પહોચ્યા હતા. આ દરમિયાન તેમને રાજકોટ જિલ્લા કલેકટર, મનપા કમિશનર તેમજ આરોગ્ય અધિકારીઓ સાથે કોરોનાને લઈને રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન અચાનક રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા જિલ્લા કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ આરોગ્ય સચિવને કોરોના અંગે રજુઆત કરે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.

આરોગ્ય સચિવને કોરોના અંગે રજૂઆત કરવા જતા રાજકોટ મનપાના વિપક્ષ નેતાની અટકાયત

પોલીસે તેમને બળજબરીપૂર્વક વાનમાં બેસાડી દીધા હતા. ઉલ્લેખનીય છે કે વશરામ સાગઠિયા રજૂઆત કરેલ તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવતા કોંગી કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details