ગુજરાત

gujarat

Rajkot Crime: સૌરાષ્ટ્રમાં સફેદ પાઉડરનો કારોબાર, SOGએ એકની ધરપકડ કરી

By

Published : Jan 5, 2023, 3:51 PM IST

Updated : Jan 5, 2023, 4:11 PM IST

રાજકોટમાંથી એમડી ડ્રગ્સનો (MD drugs seized in Rajkot) જથ્થો પોલીસે (drugs case in gujarat) ઝડપી પાડ્યો છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને (one arrested with drugs in rajkot) ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 11.11 ગ્રામ જેટલુ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની (Rajkot Crime SOG) ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે ઇમસની ધરપકડ (rajkot drug case) કરવામાં આવી છે.

Rajkot Crime: સૌરાષ્ટ્રમાં સફેદ પાઉડરનો કારોબાર, SOGએ એકની ધરપકડ કરી
Rajkot Crime: સૌરાષ્ટ્રમાં સફેદ પાઉડરનો કારોબાર, SOGએ એકની ધરપકડ કરી

રાજકોટઆજના યુવાનો નશાના રવાડે ચડી ગયા છે. જેના કારણે ડ્રગ્ઝનો(drugs case in gujarat) ધંધો કરનારા પણ બેફામ બન્યા છે. ત્યારે સૌરાષ્ટ્રનું મિની મુંબઇ કહેવાતું રાજકોટ (rajkot drug case) હવે ડ્રગ્સનો અડો બની રહ્યું હોય એવું લાગે છે. કેમકે રાજકોટમાંથી હવે ડ્રગ્સના જથ્થા (MD drugs seized in Rajkot) સાથે એક ઈસમો ઝડપાઇ રહ્યા છે. ફરી એક વખત રાજકોટમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમ (one arrested with drugs in rajkot) ઝડપાયો છે.

ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવતરંગીલા રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન (Rajkot Special Operation Group) ગ્રુપની ટીમએ એક ઈસમને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આ ઈસમની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે તે ડ્રગ્સ કોની પાસેથી લઈને આવ્યો હતો. અને કોને આપવાનો હતો. તેમજ છેલ્લા કેટલા દિવસોથી તે આ ધંધા સાથે સંકળાયેલો છે. આ તમામ બાબતોને લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઇસમની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાંથી ડ્રગ્સ ઝડપવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો જુહાપુરા શું ડ્રગ્સનું હબ છે ? ફરી એકવાર ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી

એમડી ડ્રગ્સ મળી આવ્યુંરાજકોટ સ્પેશિયલ ઓપરેશન (Rajkot Special operation group ) ગ્રુપની ટીમ આજીડેમ ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી. જેના આધારે મહંમદફયાઝ મહંમદફારૂખ ગલાણી નામનો ઈસમ આજીડેમ ચોકડીથી ભાવનગર જવાના રસ્તે હાઇવે પર જૈન દેરાસર નજીકથી પસાર થતાં તેની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેની પાસેથી 11.11 ગ્રામ જેટલુ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જ્યારે આ મામલે તેની ધરપકડ કરી છે. અને તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે રાજકોટના આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો શીઝાન ખાન ડ્રગ્સ પણ લેતો અને તુનિષાને ઇસ્લામનું પાલન કરવા દબાણ પણ કરતો : તુનિષા શર્માની માતા

સુરતનો રહેવાસી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જે ઇસમને ડ્રગ્સ (Rajkot Crime News) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે તે મૂળ સુરત ખાતે રહે છે. પરંતુ તે રાજકોટની આજીડેમ ચોકડી નજીક ડ્રગ્સ સાથે ઝડપાયો છે. જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આ 11.11 ગ્રામ ડ્રગ્સની કિંમત રૂપિયા 1,00,000થી વધુ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અગાઉ પણ ડ્રગ્સ ઝડપવાની (rajkot drug case) ઘટના બની હતી. ત્યારે ફરી એક વખત રાજકોટમાંથી એમડી ડ્રગ્સ ઝડપતા પોલીસ વધુ એલર્ટ બની છે.

Last Updated : Jan 5, 2023, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details