ગુજરાત

gujarat

રાજકોટમાં મહિલાઓના પ્રશ્ને લોક દરબાર યોજાયો, પીડિત મહિલાઓને ન્યાયની આશા

By

Published : Jan 21, 2023, 12:46 PM IST

રાજકોટમાં મહિલાઓના પ્રશ્ને લોક દરબાર યોજાયો, પીડિત મહિલાઓને ન્યાયની આશા

રાજકોટમાં મહિલાઓના પ્રશ્ને લોક દરબાર યોજાયો, પીડિત મહિલાઓને ન્યાયની આશા.લગ્નના પાંચ વર્ષ થયા હતા જ્યારે ચાર વર્ષ પતિ પત્ની સાથે રહ્યા હતા. ત્યારબાદ પતિએ અન્ય જગ્યાએ કામ અર્થે જવાનું હોય પત્નીને તેના માતા પિતાના ઘરે છોડી હતી. ત્યારબાદ તે લેવા જ આવ્યો નહોતો. પીડીતાએ જણાવ્યું હતું કે તેણે બીસીએનો અભ્યાસ કર્યો છે

રાજકોટઃરાજ્યમાં હાલ વ્યાજખોરોને લઈને પોલીસ દ્વારા લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં રંગીલા રાજકોટમાં મહિલાઓના વિવિધ પ્રશ્નો આજે મહિલા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો. જેમાં અલગ અલગ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ ઉમટી પડી હતી. પોલીસને પોતાની આપવીતી વર્ણવી હતી. જ્યારે પોલીસે પણ તેમને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી. રાજકોટમાં મહિલાઓના યોજાયેલા લોક દરબારમાં મોટાભાગના પ્રશ્નો ઘરેલુ હિંસા અને સામાજિક હોવાનું જોવા મળ્યું હતું.

લેવા આવ્યો નહિ:પોલીસ દ્વારા યોજવામાં આવેલા લોક દરબારમાં એક પીડીતા આવી હતી. જેને 5 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન કર્યા બાદ આ પીડિતાને બાળકનો જન્મ થયો હતો અને છેલ્લા એક વર્ષથી તેનો પતિ તેને લેવા આવતો નથી. જ્યારે આ મામલે તેને પોલીસને રજૂઆત કરી હતી પતિ અને તેના પરિવારજનો તેને માનસિક ત્રાસ આપી રહ્યા છે. જ્યારે પોતે પ્રેમ લગ્ન કર્યા હોય અને અન્ય જ્ઞાતિની હોય જેના કારણે વારંવાર તેને આ બાબતે માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અભ્યાસ કર્યો: લગ્નના પાંચ વર્ષ થયા હતા જ્યારે ચાર વર્ષ પતિ પત્ની સાથે રહ્યા હતા. ત્યારબાદ પતિએ અન્ય જગ્યાએ કામ અર્થે જવાનું હોય પત્નીને તેના માતા પિતાના ઘરે છોડી હતી. ત્યારબાદ તે લેવા જ આવ્યો નહોતો. પીડીતાએ જણાવ્યું હતું કે તેણે બીસીએનો અભ્યાસ કર્યો છે પરંતુ તેનું બાળક હજુ નાનું હોય માટે તે જોબ પર જઈ શકતી નથી. તેનો પતિ જુગારમાં તમામ પૈસા હારી ગયો છે અને કઈ કામ ધંધો કરતો નથી.

આ પણ વાંચો Rajkot : ખોડલધામના નવા વર્ષમાં પ્રવેશને લઈને નરેશ પટેલે આપી અગત્યની માહિતી

સાસરિયા ત્રાસ આપતા:જ્યારે આ લોક દરબારમાં વધુ એક પીડીતા પણ પોતાની 15 દિવસની બાળકીને લઈને પોલીસને રજૂઆત કરવા માટે આવી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે તેના લગ્નની અંદાજે તો બે વર્ષ થયા હતા અને સામાજિક રીત રિવાજો મુજબ તેને લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે 15 દિવસ અગાઉ તેને બાળકીનો જન્મ થયો છે.

આ પણ વાંચો Congress walk out: રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં કોંગ્રેસનું વોક આઉટ

કાઢી મૂકવામાં આવી:બાળકીનો જન્મ થતાં સાસરીયા અને પતિ દ્વારા આ પરણીતાને કાઢી મૂકવામાં આવી હતી. જ્યારે પરણીતાએ આ મામલે પોલીસો ફરિયાદ કરી ત્યારે ફરીથી પતિ તેને સાથે લઈ ગયો હતો પરંતુ ત્યારબાદ ફરી તેને તરછોડી હતી. જેને લઈને આ પીડીતા પોતાની માતા અને 15 દિવસની બાળકી સાથે પોલીસ મથકે ન્યાયની માંગણી કરવા માટે આવી હતી.

લોક દરબારમાં વિશેષ ઉપસ્થિત:રહ્યા રાજકોટના ડીસીપી પૂજા યાદવે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓના ઘણા બધા પ્રશ્નો છે. જ્યારે આ પ્રશ્નોને ટેકનિકલી અને સાયન્ટિફિકેટ રીતે મહિલાઓનું કાઉન્સિલિંગ કરવામાં આવશે અને તેમને સમજાવવામાં આવશે આ સાથે જે બંને પક્ષો તરફથી સંબંધો જળવાઈ રહે તેવા પ્રયાસો પોલીસે દ્વારા કરવામાં આવશે પરંતુ જો યોગ્ય રીતે સંબંધો જળવાશે નહીં અને જરૂર જણાય તો પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવશે. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details