Congress walk out: રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં કોંગ્રેસનું વોક આઉટ
Published: Jan 19, 2023, 12:42 PM

Congress walk out: રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં કોંગ્રેસનું વોક આઉટ
Published: Jan 19, 2023, 12:42 PM
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં લોકોના પ્રશ્ન ન ઉઠાવવા દેવાના આરોપ સાથે કોંગ્રેસે વોક આઉટ કર્યું છે. રાજકોટ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાની અને મકબુલ દાઉદાણીએ વોક આઉટ કર્યું હતું. વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટમાં રોગચાળો વધ્યો છે, દુષિત પાણી વિસ્તારોમાં આવી રહ્યું છે. શહેરમાં ઝાડા ઉલટી અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે ત્યારે જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો વિશે પણ ચર્ચા કરવી જોઈએ.
રાજકોટ: આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. જ્યારે આ જનરલ બોર્ડ દરમિયાન ભાજપના કોર્પોરેટરો પ્રશ્ન પૂછી રહ્યા હતા. એવામાં કોંગ્રેસ દ્વારા વોક આઉટ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિપક્ષે શાસક પર આક્ષેપ કર્યા હતા કે ભાજપ દ્વારા પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી નથી રહી અને અન્ય મુદ્દા ઉપર સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી. જેના કારણે કોંગ્રેસ તેનો વિરોધ કરે છે અને આ પ્રકારના જનરલ બોર્ડમાંથી વોક આઉટ કરે છે.
આ પણ વાંચો Rajkot Traffic Jam: બ્રિજની કામગીરીથી લોકો હેરાન, ટ્રાફિકમુક્તિ મુદ્દે વિપક્ષનો જવાબ
પ્રજાના પ્રશ્નો અંગે નથી કરાઈ ચર્ચા: જનરલ બોર્ડમાંથી વોક આઉટ કર્યા બાદ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે દર બે મહિને એકવાર જનરલ બોર્ડ મળે છે તેમાં પણ ભાજપના કોર્પોરેટરો દ્વારા લાઇબ્રેરીના પ્રશ્નો કરવામાં આવે છે અને કલાકો સુધી તેના પર ચર્ચા કરાય છે. જ્યારે હાલમાં રાજકોટમાં રોગચાળો વધ્યો છે, દુષિત પાણી વિસ્તારોમાં આવી રહ્યું છે શહેરમાં ઝાડા ઉલટી અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. ત્યારે જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો વિશે પણ ચર્ચા કરવી જોઈએ. આ સાથે જ જનરલ બોર્ડમાં અમારા પ્રશ્નોને ચર્ચામાં મુકતા નથી અને તેનો અમલ થતો નથી. જેના કારણે અમે જનરલ બોર્ડ માંથી આજે વોક અગાઉ કર્યું છે.
આ પણ વાંચો Dholavira Heritage Site: વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે યોજાશે ધોળાવીરા ફેસ્ટિવલ
દરેક સભ્યને પ્રશ્ન પૂછવાનો અધિકાર: આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે દર બે મહિને એકવાર સામાન્ય સભા મળતી હોય છે અને આમાં દરેક કોર્પોરેટરોને જે પણ મનમાં પ્રશ્નો હોય અથવા શહેરને લગતા પ્રશ્નો પૂછવાનો અધિકાર છે. જ્યારે આજે જનરલ બોર્ડ દરમિયાન અમારા કોર્પોરેટરનો પ્રશ્ન ચાલુ હતો. એવામાં વિપક્ષી નેતા જે સ્વાભાવિક રીતે ફોટા પડાવવા માટે જ અને રાજકીય મુદ્દાઓ ધ્યાનમાં રાખીને બોર્ડમાં આવતા હોય છે. તેમજ બોર્ડમાં વિક્ષેપ નાખવાનું કામ કરતા હોય છે. જ્યારે આજે વિપક્ષી નેતાએ વોક આઉટ કર્યું છે. ત્યારે મને સમજાતું નથી કે વિપક્ષે નેતાએ કયા કારણોસર વોક આઉટ કર્યું છે.
