ગુજરાત

gujarat

કાગવડ ખોડલધામ મંદિર પરિસરમાં રાષ્ટ્રીય એકતાના દર્શન

By

Published : Apr 5, 2020, 11:36 PM IST

ખોડલધામ કાગવડ ખાતે પણ મંદિરમાં દીવડા પ્રગટાવી કોરોના સામેની જંગમાં એકતાનો સંદેશ આપ્યો હતો.

rajkot
rajkot

રાજકોટઃ એકમાત્ર એવું મંદિર જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. તેવા શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં ફરી એકવાર રાષ્ટ્રીય એકતાના દર્શન થયા. 5મી એપ્રિલે રાત્રે 9 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન મુજબ દીપ પ્રજ્વલિત કરીને કોરોના વાઇરસની લડાઈમાં દેશ એક જૂટ છે તેવો સંદેશો શ્રી ખોડલધામ ટ્રસ્ટે આપ્યો હતો.

સમગ્ર દેશ કોરોના વાઇરસ સામે લડી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૫ એપ્રિલને રવિવારના રોજ રાત્રે ૯ કલાકે નવ મિનિટ સુધી ઘરની તમામ લાઈટો બંધ કરીને ઘરની અગાસી, બારી કે ફળિયામાં રહીને દિવો, મિણબત્તી, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને કોરોના વાઇરસ સામેની લડતમાં દેશ એક છે તે પ્રદર્શિત કરવા માટે આહ્વાન કર્યું હતું. જેને પગલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ મંદિર પરિસરમાં દીપ પ્રગટાવીને સંદેશો આપ્યો હતો કે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ આ લડાઈમાં દેશની સાથે છે.

લોકડાઉનની સ્થિતિમાં ગરીબોને ખાવાના પણ ફાંફા પડી રહ્યાં છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજ્યભરમાં સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જિલ્લા અને તાલુકા સહિતની ખોડલધામની સમિતિઓ દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી ભોજન અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details