ગુજરાત

gujarat

ભાજપ પક્ષમાં કેશુબાપા સૌપ્રથમ ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા..!

By

Published : Oct 29, 2020, 9:25 PM IST

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ભાજપના પાયાના પથ્થર કહેવાયા છે. સ્વતંત્ર ભાજપ પક્ષની સ્થાપના થયા બાદ કેશુભાઈ પટેલ ભાજપમાંથી પ્રથમ ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા અને 15,000 કરતા વધું મતથી વિજય મેળવ્યો હતો. કેશુભાઈ પટેલનો ગુજરાતમાં ભાજપનો મજબૂત પાયો નાખવમાં મોટો ફાળો છે.

gondal
gondal

  • કેશુભાઈ પટેલ ભાજપમાંથી પ્રથમ ગોંડલ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયા હતા
  • વિધાનસભામાં ચૂંટાઈને વર્ષ 1980થી 1985 સુધી ધારાસભ્ય તરીકે રહ્યાં
  • ગોંડલના જૂના જનસંધ અને ભાજપના પાયાના કાર્યકરોને કાયમી યાદ કરતાં


રાજકોટઃ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ભાજપના પાયાના પથ્થર કહેવાતા હતા. ત્યારે જનસંઘનું ભાજપમાં વિલિનીકરણ થયા બાદ ભાજપ સ્વતંત્ર પક્ષ બન્યો હતો. કટોકટી પછી સ્વતંત્ર ભાજપ પક્ષની સ્થાપના થયા બાદ કેશુભાઈ પટેલ ભાજપમાંથી પ્રથમ ગોંડલ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યાં હતા. જેમાં તેમના પ્રતિસ્પર્ધી નાનજીભાઈ ભાલોડીને 15,000 કરતા વધું મતથી કેશુભાઈ પટેલ વિજેતા થયા હતાં. વિધાનસભામાં તેમણે પ્રથમ વખત ભાજપમાંથી ચૂંટાઈને 1980થી 1985 સુધી ધારાસભ્ય તરીકે રહ્યાં હતા. ત્યારબાદ મુખ્યપ્રધાન બન્યા બાદ પણ તેઓ ગોંડલના જૂના જનસંધ અને ભાજપના પાયાના પથ્થર સમાન કાર્યકરોને કાયમી યાદ કરતાં હતાં જેમના સ્મરણો ભાજપના પાયાના કાર્યકરો આજે પણ યાદ કરી રહ્યાં છે.

ગોંડલના જૂના જનસંધ અને ભાજપના પાયાના કાર્યકરોને કાયમી યાદ કરતાં

ABOUT THE AUTHOR

...view details