ગુજરાત

gujarat

કેબિનેટ પ્રધાન રાદડિયા અને સાંસદ ધડૂકની મધ્યસ્થીને લઇ જેતપુરના ડૉક્ટર્સની હડતાલ સમેટાઇ

By

Published : Sep 12, 2020, 7:32 AM IST

જેતપુર નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન સખરેલીયાના દિયરે કોરોના રિપોર્ટ બાબતે હોસ્પિટલના ડૉક્ટર્સ અને સ્ટાફ સાથે ગેરવર્તન કર્યુ હતું. જેના કારણે ડૉક્ટર્સ 3 દિવસની હડતાલ પર ઉતર્યા હતા.

જેતપુર નગરપાલિકા પ્રમુખના દિયરે કોરોના રિપોર્ટને લઇને ગેરવર્તન, ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા
જેતપુર નગરપાલિકા પ્રમુખના દિયરે કોરોના રિપોર્ટને લઇને ગેરવર્તન, ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા

રાજકોટઃ જિલ્લાના જેતપુર નગરપાલિકા પ્રમુખના દિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ આ રિપોર્ટ ડૉક્ટર્સ દ્વારા ખોટી રીતે પોઝિટિવ બતાવવામાં આવી રહ્યો છે. તેવું જણાવી નગરપાલિકા પ્રમુખના દિયરે હૉસ્પિટલમાં માથાકૂટ કરી હતી. જેના કારણે ડૉક્ટર્સ 3 દિવસની હડતાલ પર ઉતર્યા હતા. આ બનાવના કારણે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડુક ડૉક્ટર્સ સાથે મધ્યસ્થી કરવા દોડી આવ્યા હતા અને હડતાલ સમેટાઈ હતી.

જેતપુર નગરપાલિકા પ્રમુખના દિયરે કોરોના રિપોર્ટને લઇને ગેરવર્તન, ડૉક્ટરો હડતાલ પર ઉતર્યાજેતપુર નગરપાલિકા પ્રમુખના દિયરે કોરોના રિપોર્ટને લઇને ગેરવર્તન, ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા
જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈ અને હાલના પ્રમુખના દિયર મનિષ સખરેલીયાએ જેમણે બે દિવસ પૂર્વે જેતપુરની સંજીવની હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ બાબતે માથાકૂટ કરી હોસ્પિટલ સ્ટાફ અને ડૉક્ટર સાથે ગેરવર્તન કર્યુ હતુ. તેના અનુસંધાને શનિવારથી ત્રણ દિવસ સુધી જેતપુરની તમામ હોસ્પિટલો તેમજ મેડિકલ સ્ટાફ હડતાળ પર ઉતર્યા હતા. જેને લઈને દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આરોગ્યને લઈને સ્થિતિ વધુ વણસે નહીં તે માટે કેબિનેટ મિનિસ્ટર અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડુક ડૉક્ટર્સ સાથે મધ્યસ્થી કરવા દોડી ગયા હતા.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જેતપુરના તમામ ડૉક્ટર્સ, રાજકીય આગેવાનો તેમજ જેતપુર ડિવિઝન પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

જેતપુર પંથકના દર્દીઓનું સ્વાસ્થય ના જોખમાય અને કોરોના મહામારીમાં કોઈ અઘરી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે હેતુથી પ્રધાન જયેશ રાદડિયાની મધ્યસ્થિથી ડૉક્ટર્સે હડતાળ પાછી ખેંચીને લોકોની સેવામાં ફરીથી હાજર રહેવા ખાતરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details