ગુજરાત

gujarat

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ

By

Published : Nov 19, 2022, 9:13 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી ચૂક્યા છે. હવે  પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ( BJP National President) જે. પી. નડ્ડા પણ રાજકોટની મુલાકાતે હતા. તેઓએ અલગ અલગ વિધાનસભા સીટ પર ચૂંટણી સભાને સંબોધન કરી હતી. તેઓ રાત્રે રાજકોટમાં ભાજપ દ્વારા બનાવાયેલા નવા કાર્યાલય એવા કમલમની મુલાકાતે પણ ગયા હતા.

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ

રાજકોટગુજરાત વિધાનસભાની ચૂંટણી2022નાપ્રથમ તબક્કાના મતદાનના (First phase polling) હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ (BJP National President) જે. પી. નડ્ડા પણ રાજકોટની મુલાકાતે હતા. તેમણે રાજકોટની અલગ અલગ વિધાનસભા સીટ પર ચૂંટણી સભાને સંબોધન કરી હતી. ત્યારબાદ તેઓ રાત્રે રાજકોટમાં ભાજપ દ્વારા બનાવાયેલા નવા કાર્યાલય (BJP new office in Rajkot) એવા કમલમની મુલાકાતે પણ ગયા હતા. ત્યારબાદ જે. પી. નડ્ડા કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજ્યો હતો.

જે. પી. નડ્ડા રાત્રે રાજકોટમાં ભાજપ દ્વારા બનાવાયેલ નવા કાર્યાલય એવા કમલમની મુલાકાતે પણ ગયા હતા. ત્યારબાદ જેપી નડ્ડા કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજ્યો હતો.

જેપી નડ્ડા કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે રાજકોટની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે વિધાનસભા 70 એટલે કે રાજકોટ દક્ષિણ બેઠકના (Rajkot South Seat) ઉમેદવાર રમેશ ટીલાળાના કાર્યાલય ખાતે હાજરી આપી હતી. અહીં તેમને ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપ્યું હતું. જેપી નડ્ડાની રાજકોટમાં હાજરીને લઈને શહેર ભાજપમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

રાષ્ટ્રીય નેતાઓનો રાજકોટ પ્રવાસરાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. ત્યારે પ્રથમ તબક્કામાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ મતદાન યોજાનાર છે. એવામાં તમામ પક્ષના દિગ્ગજ નેતાઓ રાજકોટ અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં જન સભાને સંબોધન કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે વડાપ્રધાન મોદી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ તારીખ 21ના રોજ રાહુલ ગાંધી પણ રાજકોટમાં શાસ્ત્રી મેદાનમાં વિશાળ જનસભાને સંબોધન કરનાર છે. ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓનો રાજકોટમાં દબદબો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details