ગુજરાત

gujarat

HSC Result 2023 : રાજકોટમાં પાણીપુરી વેચનારની દીકરીએ ધોરણ 12માં 99.93 PR મેળવ્યા

By

Published : May 31, 2023, 4:23 PM IST

રાજકોટમાં પાણીપુરીની લારી ચલાવનારની દીકરીએ ધો 12માં 99.93 PR મેળવ્યા છે. મહેક ગુપ્તા નામની વિદ્યાર્થીનીએ સારા ગુણ પ્રાપ્ત કરતા પરિવાર અને સ્કુલમાં ગર્વની મહેક ફેલાઈ છે. આ દીકરીના સ્વપ્ન પુરા કરવા પરિવાર તરફથી પુરેપુરો સપોર્ટ મળી રહ્યો છે.

HSC Result 2023 : રાજકોટમાં પાણીપુરી વેચનારની દીકરીએ ધોરણ 12માં 99.93 PR મેળવ્યા
HSC Result 2023 : રાજકોટમાં પાણીપુરી વેચનારની દીકરીએ ધોરણ 12માં 99.93 PR મેળવ્યા

રાજકોટમાં પાણીપુરી વેચનારની દીકરીએ ધોરણ 12માં 99.93 PR મેળવ્યા

રાજકોટ : રાજ્યમાં બોર્ડનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ આજે આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાનું પણ 79.94 ટકા પરિણામ આવ્યું છે. તેને લઈને વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પાણીપુરીની લારી ચલાવનારની દીકરીએ ધોરણ 12માં અતિ સારુ પરિણામ લાવતા શાળા અને પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો છે.

દીકરી મહેકે ખુશ્બુ ફેલાવી : રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી મહેક ગુપ્તા નામની વિદ્યાર્થીનીને ધોરણ 12માં 99.93 પીઆર આવ્યા છે. મહેકના પિતા પાણીપુરીની લારી ચલાવે છે. એવામાં પાણીપુરીની લારી ચલાવતા પિતાની પુત્રીને ધોરણ 12માં 99.93 પીઆર આવતા તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે મોદી સ્કૂલના શિક્ષકો પણ આ અંગે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

મેં આ પરિણામ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તેમજ ડેઈલીનું હોમવર્ક કરતી હતી. મારા પિતા પાણીપુરીની લારી ચલાવે છે. તેમને મને ખૂબ જ મહેનત કરીને ભણાવી છે. હું દરરોજ છ થી સાત કલાકનું વાંચન કરતી હતી. જ્યારે હું અભ્યાસ કરતી હોવ ત્યારે મારા ફેમિલીનો ખુબ જ સપોર્ટ રહેતો હતો. મારે ભવિષ્યમાં સીએ બનવાની આશા છે. જેના માટે હું મહેનત કરીશ. - મહેક ગુપ્તા (વિદ્યાર્થીની)

માતાનો પુરેપુરો સપોર્ટ :મહેકની માતા રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને જે પરિણામ આવ્યું છે. તેના કારણે અમને ખૂબ જ ખુશી મળી રહી છે. અમે હાલ જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે અમારો સમગ્ર પરિવાર ખુશ થયો છે. મારી દીકરીને ભવિષ્યમાં સીએ બનવાની ઈચ્છા છે. જેના માટે પણ હું તેને ખૂબ જ સપોર્ટ કરીશ.

પિતાએ ખુશી કરી વ્યક્ત:તો બીજી તરફ મહેક ગુપ્તાના પિતાએ જણાવ્યું હતું કે, હું રાજકોટમાં પાણીપુરીની લારી ચલાવું છું. જ્યારે મારી દીકરીને ધોરણ 12માં સારૂ પરિણામ આવ્યું છે. જેના કારણે અમે ખુશ છીએ, હું દરરોજ 700 થી 800 રૂપિયાની પાણીપુરી વેચું છું. ભવિષ્યમાં મારી દીકરીને સીએ બનવું છે. જેને લઈને હવે તેની તૈયારી કરાવવામાં આવશે.

  1. HSC Result 2023 : પેપર બાકી હતાને પિતાને રમતા રમતા હાર્ટ એટેક આવ્યો, દીકરીએ રિઝલ્ટમાં મારી સિક્સ
  2. HSC Result 2023 : વડોદરા જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓની મહેનત ફળી, ધો 12નું 67.19 ટકા પરિણામ
  3. HSC Result 2023 : અમદાવાદ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 66.83 ટકા પરિણામ

ABOUT THE AUTHOR

...view details