ગુજરાત

gujarat

યાર્ડમાં મગફળીની સારી આવક થતાં માલ રાખવાની અછત, વાહનોની એન્ટ્રી કરી બંધ

By

Published : Nov 25, 2022, 3:58 PM IST

રાજકોટના બેડી યાર્ડમાં (rajkot bedi yard) મગફળીની સારી આવક નોંધાઈ છે. વહેલી સવારથી ખેડૂતો પોતાનો માલ લઈને આવતા 1000 જેટલા વાહનોમાંથી મગફળી (Groundnut income in rajkot) ઉતારવામાં આવી છે, ત્યારે હાલ મગફળી આવક થતાં યાર્ડમાં માલ રાખવાની અછત સર્જાતા વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી છે. (Groundnut prices in Rajkot yard)

યાર્ડમાં મગફળીની સારી આવક થતાં માલ રાખવાની અછત, વાહનોની એન્ટ્રી કરી બંધ
યાર્ડમાં મગફળીની સારી આવક થતાં માલ રાખવાની અછત, વાહનોની એન્ટ્રી કરી બંધ

રાજકોટ : હાલ મગફળીની સિઝન હોય તેવામાં રાજકોટના બેડી યાર્ડમાં એક દિવસમાં 90 હજાર ગુણી (Groundnut income in rajkot) મગફળીની આવક નોંધાઇ છે. જ્યારે આટલા મોટા પ્રમાણમાં મગફળીની આવક થતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી મગફળી ઠાલવવામાં આવી રહી છે. જેને લઇને ખેડૂતોને પણ પોતાના પાકના પોષણ ભાવ મળી રહ્યા છે. (rajkot bedi yard)

90,000 ગુણી મગફળીની આવક રાજકોટ યાર્ડમાં વહેલી સવારથી જ 1000 કરતા વધુ વાહનોની લાઈનો જોવા મળી હતી. જેને લઈને યાર્ડના સત્તાધીશો તાત્કાલિક યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ધીરે ધીરે એક બાદ એક વાહનોની એન્ટ્રી કરાવી હતી, જ્યારે 90 હજાર ગુણી મગફળીની આવક થતાં યાર્ડમાં વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી છે. જ્યારે 1000 જેટલા વાહનોમાંથી આ મગફળી ઉતારવામાં આવી છે. ખેડૂતો પણ વહેલી સવારથી જ પોતાનો માલ વેચવા માટે લાઈનમાં ઉભા હતા. (Groundnut maund price in Rajkot yard)

યાદમાં મગફળીને વાહનોની એન્ટ્રી બંધ રાજકોટ યાર્ડમાં એકીસાથે 90,000 ગુણી મગફળીની આવક નોંધાતા માલ રાખવાની અછત સર્જાઈ રહી છે. એવામાં ખેડૂતોના માલને કોઈ નુકસાની ન થાય તેના માટે હવે યાર્ડ દ્વારા મગફળીના વાહનોની એન્ટ્રી બંધ કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે હાલમાં યાર્ડમાં રહેલી મગફળીની હરાજી થયા બાદ ધીમે ધીમે ફરી નવા વાહનોની એન્ટ્રી શરૂ કરવામાં આવશે, ત્યારે ખેડૂતો પણ મોટી સંખ્યામાં લાઈનમાં જોવા મળી રહ્યા છે.(Groundnut Auction in Rajkot Yard)

મણના ભાવ 1200થી લઈને 1350 રાજકોટના બેડી યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી મગફળી વેચવા માટે ખેડૂતો ઉમટી પડ્યા છે. જ્યારે હાલે મગફળીના મણના ભાવ 1200થી લઈને 1350 સુધી હરાજીમાં ખેડૂતોને (Groundnut prices) મળી રહ્યા છે, ત્યારે આગામી સીઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતો પોતાના માલ છે. તે ખુલ્લી બજારમાં વહેંચી રહ્યા છે. જ્યારે યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી વેચાવવા માટે આવતી હોવાના કારણે યાર્ડના સત્તાધીશો અને કમિશન એજન્ટો પણ ખુશ જોવા મળી રહ્યા છે. એવામાં આ વર્ષે સારો વરસાદ હોવાના કારણે મગફળીનો પાક પણ સારો થયો છે. (Groundnut prices in Rajkot yard)

ABOUT THE AUTHOR

...view details