ગુજરાત

gujarat

Saurashtra University: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ચાર વિદ્યાર્થીનીઓની છેડતી, NSUIનો ઉગ્ર વિરોધ

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 4:39 PM IST

યુનિવર્સિટી કેમ્પ્લસમાં ચાર વિદ્યાર્થીઓ સાથે છેડતીની ઘટના બની હતી. જેેેને લઈને NSUI દ્વારા સમગ્ર મામલે યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું
યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું

ચાર વિદ્યાર્થીનીઓની છેડતીને લઈને NSUIનો ઉગ્ર વિરોધ

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. NSUI દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ડેવલપમેન્ટ ફી અને વિદ્યાર્થીનીઓ પાસેથી સુરક્ષા ફી ઉઘરાવી આવી રહી છે. સાથે જ યુનિવર્સિટી કેમ્પ્લસમાં વિદ્યાર્થીનીઓ સાથે અવારનવાર છેડતીની ઘટના પણ બને છે. છતાં પણ યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું

'યુનિવર્સિટી કેમ્પ્લસમાં બે દિવસ પહેલા ચાર જેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી હતી. આ પ્રકારના બનાવો છાસવારે બની રહ્યા છે છતાં યુનિવર્સિટી ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. યુનિવર્સિટી દ્વારા લાખ્ખો રૂપિયાનો ખર્ચ સુરક્ષા માટે કરવામાં આવી રહ્યો છે તો આ પ્રકારના બનાવો કેમ બની રહ્યા છે, સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી. અમારી માંગ છે કે તાત્કાલિક સિક્યુરિટી એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવે. સાથે જ યુનિવર્સિટી દ્વારા ડેવલપમેન્ટ ફીના નામે વિદ્યાર્થી પાસે જે પૈસા ઉઘરાવામાં આવી રહ્યા છે તે પણ બંધ કરવામાં આવે.'- નરેન્દ્ર સોલંકી, NSUIના પ્રદેશ પ્રમુખ

NSUIનો ઉગ્ર વિરોધ

ચાર વિદ્યાર્થીઓ મેલડી માતાના દર્શન કરીને આવી રહી હતી તે દરમિયાન આ પ્રકારનો બનાવ બન્યો હતો. ત્યાં ફાર્મસી વિભાગ આવેલ છે. અહી લગાવવામાં આવેલ કેમેરાનું રેકોર્ડિંગ પણ પોલીસને આપવામાં આવ્યું છે. આ મામલે વિદ્યાર્થીનીઓએ પણ પોલીસ ફરિયાદ કરી છે. આ ઘટના બની તે દિવસે અમે પણ અહી દોડી આવ્યા હતા. આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. સિક્યુરિટી એજન્સીને પણ નોટિસ ફટકારવામાં આવી છે કે આ પ્રકારની ઘટના સમયે સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતા તે અંગેનો ખુલાસો કરવામાં આવે. ત્યારબાદ તેની વિરૂદ્ધ પણ પગલાં લેવામાં આવશે. - ડૉ એચ પી રૂપારેલિયા, રજિસ્ટ્રાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

  1. Student Sexual Abuse : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું યૌન શોષણ કરનાર પ્રોફેસર જ્યોતીન્દ્ર જાની સસ્પેન્ડ, ટ્રસ્ટીઓનો નિર્ણય
  2. Rajkot Crime News: એમ. જે. કુંડરિયા કોલેજના પ્રોફેસરે PHD કરતી યુવતીનું જાતિય શોષણ કર્યુ, પ્રોફેસરને સસ્પેન્ડ કરવા માંગ

ABOUT THE AUTHOR

...view details