ગુજરાત

gujarat

Murder news : ઉપલેટામાં ફિલ્મી ઢબે કાકીએ કરી માસુમ ભત્રીજીની હત્યા

By

Published : Jun 13, 2021, 6:06 PM IST

રાજકોટના ઉપલેટા શહેરમાં એક 10 વર્ષની માસુમ બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે આ બાળકીનું મોત અકસ્માતમાં નહિ પણ હત્યા (Murder)ને કારણે થયું હોવાનું સામે આવતા સમગ્ર ઉપલેટા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Rajkot News
Rajkot News

  • હત્યારી કાકીએ માથાના ભાગે ઘા મારી કરી નાખી માસુમ ભત્રીજીની હત્યા
  • મોત અકસ્માતથી થયું હોવાનું પરિવારના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું હતું રટણ
  • હત્યા(Murder) બાદ સબુતો પણ નષ્ટ કરવાનો થયો હતો પ્રયાસ

રાજકોટ: જિલ્લાના ઉપલેટા શહેરની અંદર આમ તો વધારે પડતી શાંતિ ઉપરથી નથી જોવા મળે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તેમ એક માસૂમ 10 વર્ષની બાળકીની કરપીણ હત્યા (Murder) કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ સમગ્ર પંથકની અંદર ભારે ખળભળાટ મચ્યો છે. ઉપલેટા શહેરમાં રહેતા અને પોતાનો ધંધો રોજગાર ચલાવતા ચેતન નિમાવતની 10 વર્ષની પુત્રીનું 08 જૂનના રોજ અકસ્માતે મોત થયું હોવાની ઘટના સામે આવી હતી.

ઉપલેટામાં ફિલ્મી ઢબે કાકીએ કરી માસુમ ભત્રીજીની હત્યા

તપાસ દરમિયાન માસૂમ બાળકીની હત્યા (Murder) થઇ હોવાનું સામે આવ્યું

આ મોતની ઘટનામાં માતાને શંકા જતા તેમણે પોલીસનો સહારો લીધો હતો અને આ અંગેની તપાસ કરાવવા માગ કરી હતી. જે બાદ ઉપલેટા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદ બાદ પોલીસે આ અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને માસૂમ બાળકીની હત્યા (Murder) થઇ હોવાનું સામે આવ્યું હતું અને આ હત્યા (Murder)ને અંજામ આપનાર બીજું કોઈ નહિ પણ માસૂમ બાળકીની કાકી જ નીકળી હોવાનું સામે આવ્યું હતું.

ઉપલેટા

આ પણ વાંચો : ગોંડલના યુવાનની હત્યાના આરોપીઓને હરિદ્વારથી ઝડપી પાડતી પોલીસ

બાળકીના પિતા અને કાકા દ્વારા સબૂત નષ્ટ કરવાનો કરાયો હતો પ્રયાસ

આ હત્યા (Murder)ની ઘટના બાદ હત્યા (Murder)ની જગ્યા પર મૃત બાળકીના કાકા અને પિતા દ્વારા સબૂત નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે હત્યા (Murder) નિપજાવનારી બાળકીની કાકી વંદના નિમાવત તેમજ સબૂત નષ્ટ કરવાના પ્રયાસ કરનારા બાળકીના કાકા મયુર હરસુખ નિમાવત તેમજ બાળકીના પિતા ચેતન હર્ષદ નિમાવત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણ વ્યક્તિઓને ઝડપી લીધા બાદ સામે આવ્યું કે, બાળકીની કાકી દ્વારા બાળકીને મકાનની છત ઉપર લઇ જઇ બાળકીના માથાના ભાગે ઘા મારી બાળકીને ઉપરથી ફેંકી અને મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઉપલેટા

આ પણ વાંચો : જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે જાહેર માર્ગ પર મહિલા શિક્ષિકાની પતિએ છરીના ઘા ઝીંકી કરી હત્યા

બાળકીની માતાને શંકા ઉપજતા લીધી હતી પોલીસની મદદ

બાળકીના મોતની ઘટના બાદ બાળકીની માતા જ્યારે છત ઉપર પહોંચી ત્યારે તેનું ધ્યાન ઘટનાની જગ્યા પર જતાં તેમણે પતિ અને દિયરને જાણ કરી હતી. જે બાદ બાળકીની માતાને શંકા જતા તેમણે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને હાલ હત્યા (Murder) કરનારી બાળકીની કાકી અને સબૂત નષ્ટ કરવાનો પ્રયાસ કરનારા કાકા અને પિતાને પોલીસે ઝડપી અને ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

ઉપલેટા

ABOUT THE AUTHOR

...view details