ગુજરાત

gujarat

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 92 ડોક્ટર અને 50 નર્સની અછત: કોંગ્રેસે આપી માહિતી

By

Published : May 25, 2020, 3:23 PM IST

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી હતી. જે દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના દિગગજ નેતાઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 92 ડોક્ટર અને 50 નર્સની ઘટ હોવાનું કોંગ્રેસની માહિતીમાં આવ્યું સામે
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 92 ડોક્ટર અને 50 નર્સની ઘટ હોવાનું કોંગ્રેસની માહિતીમાં આવ્યું સામે

રાજકોટઃ સિવિલ સુપ્રિન્ટેન્ડ ડો. મનીષ મહેતાને કોરોના વોરિયર્સના રૂપમાં તેમને હાર પહેરાવામાં આવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કેટલાક કેબિનેટ મંત્રીઓ, સચિવો દ્વારા કોવિડ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી તે અંગેની વિગતો માંગવામાં આવી હતી.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 92 ડોક્ટર અને 50 નર્સની ઘટ હોવાનું કોંગ્રેસની માહિતીમાં આવ્યું સામે

આ સાથે જ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે ટોટલ માસ્ક, વેન્ટિલેટર, દવાઓ સહિતની વિગતો પણ પૂછવામાં આવી હતી. જો કે, આ મુલાકાત દરમિયાન સામે આવ્યું હતું કે, હજુ પણ કોઇ કેબિનેટ મંત્રી દ્વારા રાજકોટ કોરોના હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી નથી. તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજુ પણ 90 કરતા વધારે ડોકટરની અને 50 કરતા વધારે નર્સિંગ સ્ટાફની ઘટ હોવાનું ખૂલ્યું હતું.

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ સમગ્ર માહિતીને લેખિતમાં માંગવામાં આવી છે. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સનું પણ સન્નમાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ દ્વારા કોરોનાની સ્થિતિ અંગે રાજ્યવ્યાપી અભિયાન ચલાવાઈ રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ કોંગ્રેસ દ્વારા પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને કોવિડ 19 અંગેની તમામ માહિતી માંગવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details