ગુજરાત

gujarat

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે આશરે 63.30 ટકા મતદાન થયું

By

Published : Mar 1, 2021, 8:26 AM IST

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે આશરે 63.30 ટકા, જ્યારે જિલ્લાના 11 તાલુકાની 197 બેઠકમાં અંદાજે 63.65 ટકા મતદાન અને ગોંડલ નગરપાલીકામાં 53.18 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી કરતા પણ વધુ જોવા મળી રહ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે આશરે 63.30 ટકા મતદાન થયું
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે આશરે 63.30 ટકા મતદાન થયું

  • જિલ્લા પંચાયતની 36 બેઠકોનું મતદાન યોજાયું
  • જિલ્લાના 11 તાલુકાની 197 બેઠકમાં અંદાજે 63.65 ટકા મતદાન થયું
  • ગોંડલ નગરપાલીકામાં 53.18 ટકા જેટલું મતદાન નોંધાયું

રાજકોટઃ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે યોજાયેલા મતદાનમાં આશરે 63.30 ટકા મતદાન થયું હતું. આ બેઠકો માટે 5,03,136 પુરૂષ અને 4,56,934 સ્ત્રી મળી કુલ 9,60,070 મતદારો પૈકી 3,39,545 પુરૂષ અને 2,68,188 સ્ત્રી મળી કુલ 6,07,733 મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું. જયારે જિલ્લાના 11 તાલુકા પંચાયતની 197 બેઠકો માટેના યોજાયેલા મતદાનમાં 4,92,101 પુરૂષ મતદારો અને 4,46,983 સ્ત્રી મળી કુલ 9,39,084 મતદારો નોધાયા હતા. જે પૈકી 3,33,599 પુરૂષો અને 2,64,104 સ્ત્રી મળી કુલ 5,97,703 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ આશરે 63.65 ટકા મતદાન થયું હતું.

ગોંડલ નગરપાલીકાની 39 બેઠકો માટે અંદાજે 53.18 ટકા જેટલું મતદાન થયું

આ સાથે જ ગોંડલ નગરપાલીકાની 39 બેઠકો માટેની 46,389 પુરૂષ અને 43,265 સ્ત્રી મળી કુલ 89,654 નોધાયેલા મતદારો પૈકી 26,456 પુરૂષ અને 21,219 સ્ત્રી મળી કુલ 47,675 મતદારોએ મતદાન કર્યુ છે. આમ ગોંડલ નગરપાલીકાની 39 બેઠકો માટે અંદાજે 53.18 ટકા જેટલું મતદાન થયું હતું. આ ઉપરાંત જેતપુર નવાગઢની એક બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં 5249 પુરૂષ 4855 સ્ત્રી મળી કુલ 10104 મતદારો પૈકી 1811 પુરૂષ અને 1422 સ્ત્રી મળી કુલ 3233 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ આ બેંઠક માટે અંદાજે 32 ટકા જેટલું મતદાન થયેલ છે. જિલ્લાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધું રાજકોટ તાલુકામાં 71.15 ટકા મતદાન અને સૌથી ઓછુ ગોંડલ તાલુકામાં 57.60 ટકા મતદાન નોધાયું હોવાનું કલેકટર દ્વારા જણાવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details