ગુજરાત

gujarat

તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારનો દિલ્હી કેન્દ્રની ટીમ દ્વારા સર્વે કરાયો

By

Published : May 28, 2021, 3:42 PM IST

તૌકતે વાવાઝોડાસમગ્રએ સૌરાષ્ટ્રમાં તારાજી શર્જી ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, સોમનાથ, દિવ, ઉના પંથકમાં મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી હતી. ત્યારે દિલ્લી કેન્દ્રની ટીમે અસરગ્રસ્ત થયેલા વિસ્તારનો સર્વે માટે આવી પહોંચી હતી.

તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની દિલ્હી કેન્દ્રની ટીમ દ્વારા સર્વે
તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની દિલ્હી કેન્દ્રની ટીમ દ્વારા સર્વે

  • તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં દિલ્હીની ટીમ સર્વે કરશે
  • દિલ્હીની ટીમ દ્વારા સર્વે બાદ સરકારને રિપોર્ટ શોપાશે
  • 1000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરાઇ

રાજકોટઃ તૌકતે વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં તારાજી શર્જી હતી, ત્યારે તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના અમરેલી, સોમનાથ, દિવ, ઉના પંથકમાં મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી હતી, ત્યારે આજે દિલ્લી કેન્દ્રની ટીમ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં સર્વે કરવા માટે આવી પહોંચી છે. કેન્દ્રની અલગ-અલગ મિનિસ્ટ્રી વિભાગ (Ministry Department)ના 6 અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા બાદ હાલ બાય રોડ અમરેલી જવા રવાના થયા છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને પગલે કચ્છમાં બાગાયતી પાકને થયેલા સંભવિત નુકસાન અંગે સર્વે શરૂ

સર્વે બાદ સરકારને રિપોર્ટ શોપવામાં આવશે

રાજકોટ એરપોર્ટ પર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તમામ અધિકારીઓ સીધા અમરેલી તરફ જવા માટે રવાના થયા હતા અને આગામી 3 દિવસ તેઓ અસરગ્રસ્ત વિસ્તારમાં રહીને સર્વે કરી અને સરકારને રિપોર્ટ શોપબવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા અને બાદમાં તેઓએ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારમાં હવાઇ નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને 1000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં દિલ્હીની ટીમ સર્વે કરશે. તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં દિલ્હીની ટીમ સર્વે કરશે

ABOUT THE AUTHOR

...view details