ગુજરાત

gujarat

યુવકે લોહીથી લખ્યો CM ભુપેન્દ્ર પટેલને પત્ર, GETCOની પરીક્ષામાં અન્યાય થયો હોવાની વ્યક્ત કરી વેદના

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 9:48 AM IST

રાજકોટના ધોરાજીમાં રહેતા અને વીજ હેલ્પરની પરીક્ષા આપેલા એક ઉમેદવારે મુખ્યમંત્રીને લોહીથી પત્ર લખી પોતાની વ્યથા જણાવી છે. આ યુવકે આ અગાઉ રાષ્ટ્રપતિ પાસે પણ ઈચ્છામૃત્યુની પણ માંગ કરી છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા ફરી એક વખત આ યુવકે મુખ્યપ્રધાનને લોહીથી પત્ર લખીને આવેદનપત્ર પાઠવ્યું છે.

યુવકે લોહીથી લખ્યો CM ભુપેન્દ્ર પટેલને પત્ર
યુવકે લોહીથી લખ્યો CM ભુપેન્દ્ર પટેલને પત્ર

યુવકે લોહીથી લખ્યો CM ભુપેન્દ્ર પટેલને પત્ર

રાજકોટ: ધોરાજી શહેરમાં રહેતા સંકેત મકવાણા નામના એક ઉમેદવારે તાજેતરમાં GETCO વીજ હેલ્પરની લેવાયેલી પરીક્ષામાં ન્યાય નહીં મળતા, રાજ્યના મુખ્યપ્રધાનને પોતાના લોહીથી પત્ર લખી અને ધોરાજી પ્રાંત અધિકારી કચેરી મારફત આવેદનપત્ર પાઠવ્યો હોવાનું સામે આવ્યું છે.

લોહીથી લખ્યો પત્ર: વીજ હેલ્પરની લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો હોય તેમજ નિયમ મુજબના કામો ન થતા હોય ઉપરાંત અધિકારીઓ દ્વારા મનઘડત કામગીરીઓ કરવામાં આવતી હોવાની બાબતને લઈને ધોરાજીના સંકેત મકવાણા નામના ઉમેદવારે અનેક વખત રજૂઆતો અને ફરિયાદો કરી હતી. ત્યારે આ ફરિયાદો, રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આ ઉમેદવારે પોતાના લોહીથી પત્ર લખી માગણી અને રજૂઆત કરી છે, અને યોગ્ય ન્યાયની માંગણી કરી છે.

GETCOની પરીક્ષામાં અન્યાય: GETCO વીજ હેલ્પર ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટની પરીક્ષામાં અલગ-અલગ નિયમથી પરીક્ષા લેવાયેલ હોય, જેમાં જુનાગઢ સર્કલના ઉમેદવારને અન્યાય થયેલ છે. આ બાબતની વારંવાર રજૂઆત કરતાં GETCO દ્વારા જવાબ ના મળતાં ઉમેદવાર સંકેત મકવાણા દ્વાર રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુ માંગ્યું હતું, ત્યાર બાદ તંત્રએ તપાસના આદેશ આપ્યાં હતા તપાસમાં બહાર કે આવેલ પોલ ટેસ્ટ અધિકારીઓએ મનઘડત અને ઘરની ચલાવી પોલ ટેસ્ટ લીધેલ છે તેવું જણાવ્યું હોવાનું ઉમેદવાર જણાવે છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સંકેત મકવાણા નામના આ યુવકે રાષ્ટ્રને પત્ર લખીને રાષ્ટ્રપતિ પાસે પણ ઈચ્છામૃત્યુની પણ માંગ કરી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા તેમના દ્વારા લોહીથી પત્ર લખીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

  1. ધોરાજીના ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
  2. માનવતાનો "સાગર", 50 વખત રક્તદાન કરનાર રાજકોટના 31 વર્ષીય "જીવનદાતા" યુવકની પ્રેરણાદાયી સફર

ABOUT THE AUTHOR

...view details