ગુજરાત

gujarat

પોરબંદરની વિરાસત સમા દરિયા મહેલને બચાવવા ઈતિહાસકાર નરોત્તમ પલાણની એક પહેલ

By

Published : Aug 4, 2019, 2:04 PM IST

પોરબંદરઃ પોરબંદરમાં રાજાશાહી વખતના દરિયા મહેલની દશા દયનિય બની છે. ભારતને આઝાદી મળી ત્યારે પોરબંદરના રાજાએ કોઈપણ વિચાર કર્યા વિના ગુજરાતમાં શિક્ષણના હેતુથી આ રાજમહેલને સરકારને દાનમાં આપ્યો હતો. જ્યાં કોલેજ પણ ચાલુ હતી, પરંતુ આ મહેલની સ્થિતિ જર્જરિત જાહેર કરાતાં અહીથી કોલેજને અન્ય સ્થળે ખસેડાઈ હતી. પરંતુ આ દરિયા મહેલના સમારકામ માટે અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા ઈતિહાસકાર નરોત્તમ પલાણ બચાવવા માટેની પહેલ ETV ભારતના માધ્યમ થકી કરી છે.

heritage

ઈતિહાસકાર નરોત્તમ પલાણે ETV ભારત સમક્ષ જણાવ્યું હતુ કે, પોરબંદરની વિરાસતમાં દરિયામહેલ મૂલ્યવાન છે. અહીં આવેલા શીલાલેખ મુજબ વર્ષ 1904માં અને વિક્રમ સંવત મુજબ 1956 એટલે કે, છપ્પનિયકાળમાં મહેલ રાહતકાર્યમાં બનાવવામાં આવ્યો હતો.

પોરબંદરની વિરાસત સમા દરિયા મહેલને બચાવવા ઈતિહાસકાર નરોત્તમ પલાણનું આહ્વાન

તે વખતના ભાવનગરના રજવાડા દ્વારા કાર્યમાં વધુ મદદ કરી હતી, ભાવનગર સ્ટેટની દિકરી પોરબંદરના યુવરાજ સાથે પરણીને આવેલી હતી. તેનું નામ રામ બા સાહેબ હતુ. જેના નામ પરથી રામ બા ટીચર્સ કોલેજની શરૂઆત કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં બહુ ઓછા મહેલો આ પ્રકારના છે, જેમાં તમામ ધર્મના પ્રતિકો જોવા મળે છે. આ મહેલમાં બહાર પડતા ગવાક્ષ (ઝરૂખા)થી આહ્લાદક દ્રશ્ય જોવા મળે છે. સરકાર દ્વારા આ રાજમહેલ જર્જરિત જાહેર કરાયો છે. પરંતુ હજી સુધી અહીં કોઈ પણ જાતનું સમારકામ કરાયું નથી. જેથી ઈતિહાસકાર નરોત્તમ પલામે ETVના માધ્યમથી આ મહેલ બચાવવા માટે સરકારને વિનંતી કરી છે. દુનિયામાં જેની નોંધ લેવાય તે વિરાસત સાચવવા લોકોને એક થવા નરોત્તમ પલાણે આહ્વાન કર્યું છે.

Intro:પોરબંદર ની વિરાસત દરિયા મહેલ બચાવવા ઇતિહાસવિદની એક પહેલ


પોરબંદરમાં રાજાશાહી વખતના દરિયા મહેલની દશા અત્યંત દુઃખ દાયક બની છે ભારતને આઝાદી મળી ત્યારે પોરબંદરના રાજાએ કોઈપણ વિચાર કર્યા વગર ગુજરાતમાં શિક્ષણ ના હેતુથી આ રાજમહેલને સરકાર ને દાનમાં આપ્યો હતો જ્યાં લાંબા ટીચર્સ કોલેજ ચાલુ હતી પરંતુ આ મહેલ ની સ્થિતિ જર્જરિત જાહેર કરાતા અહીંથી આ કોલેજના અન્ય સ્થળે ખસેડાઈ છે પરંતુ આ દરિયા મહેલ મા રીપેરીંગ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ન લેવાતા ઇતિહાસ વિવિધ નરોત્તમ પલાણ પણ મહેલ બચાવોની એક પહેલ ઇટીવી ભારત ના માધ્યમથી કરી છે


Body:ઇતિહાસવિદ નરોત્તમ પલાણ જણાવે છે કે પોરબંદરની વિરાસતમાં મૂલ્યવાન દરિયા મહેલ છે જેમાં આવેલ શીલાલેખ મુજબ ઈ.સ 1904માં એટલે કે વિક્રમ સંવત 1956 થી 60 સુધી મા છપ્પનિયા દુકાળ સમય આ મહેલ રાહતકાર્યમાં બનાવવામાં આવ્યો હતો ભાવનગરના સ્ટેટે આ કાર્યમાં વધુ મદદ કરી હતી અને ભાવનગર સ્ટેટ ની દીકરી પોરબંદરના યુવરાજ સાથે પરણાવેલ જેનું નામ રામ બા સાહેબ આ નામ ઉપરથી જ રામ બા ટીચર્સ કોલેજ આર જી ટી ની શરૂઆત કરવામાં આવી હતી સૌરાષ્ટ્રમાં બહુ ઓછા મહેલો આ પ્રકારના છે જેમાં તમામ ધર્મના પ્રતિકો જોવા મળે આ મહેલમાં બહાર પડતાં ગવાક્ષ(ઝરૂખા) થી દ્રશ્ય અનોખું દેખાય છે સરકાર દ્વારા આ રાજ મહેલ જર્જરિત જાહેર કરાયો છે પરંતુ હજી સુધી કોઈ કાર્ય કરવામાં ન આવતા આ માટે લોકોએ આગળ આવવાની ઇતિહાસવિદ નરોતમ પલાણે પહેલ કરી હતી દુનિયામાં જેની નોંધ લેવાય તે વિરાસત ન બગડવી જોઈએ અને રાજમહેલ બગડે તે પહેલાં લોકોએ આગળ આવવા ઇતિહાસવિદ નરોત્તમ પલાણે જણાવ્યું હતું


Conclusion:બાઈટ :પલાણ ઇતિહાસવિદ

ABOUT THE AUTHOR

...view details