ગુજરાત

gujarat

પોરબંદર 25 એપ્રિલથી BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ

By

Published : Apr 24, 2020, 12:28 AM IST

રાજ્ય સરકારની સુચના મુજબ તથા પોરબંદર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાના 78349 તમામ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે.

પોરબંદર 25 એપ્રિલથી NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે
પોરબંદર 25 એપ્રિલથી NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

પોરબંદરઃ રાજ્ય સરકારની સુચના મુજબ તથા પોરબંદર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાના 78349 તમામ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને 25 એપ્રિલથી 30 એપ્રિલ સુધી વાજબી ભાવની દુકાનેથી વ્યક્તિદિઠ 3.5 કિ.ગ્રા. ઘઉં, 1.5 કિ.ગ્રા. ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાશે.

તમામ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને તેમના રાશન કાર્ડનો છેલ્લા અંક નંબર પ્રમાણે તારીખ મુજબ આવા તમામ કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાશે. જેમાં રેશનકાર્ડનો છેલ્લો અંક 1 અથવા 2 હોય તેઓને 25 એેપ્રિલ, રેશનકાર્ડનો છેલ્લો અંક 3 અથવા 4 હોય તેઓને 26 એેપ્રિલ, રેશનકાર્ડનો છેલ્લો અંક 5 અથવા6 હોય તેઓને 27 એેપ્રિલ, રેશનકાર્ડનો છેલ્લો અંક 7 અથવા 8 હોય તેઓને 28 એેપ્રિલ, રેશનકાર્ડનો છેલ્લો અંક 9 અથવા 0 હોય તેઓને 29 એેપ્રિલે પોતાનુ રાશન લેવા જવાનું રહેશે.

રાશન લેવા માટે કાર્ડધારકોએ કાર્ડ દીઠ એક વ્યક્તિએ રાશનની દુકાને રાશનકાર્ડ તથા આધારકાર્ડ ઓરીજનલ સાથે લઇ જવા. રાશન લેતી વખતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, તથા સહી કરવા દરેક કાર્ડ ધારકે બોલપેન સાથે લઇ જવા જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details