ગુજરાત

gujarat

Porbandar News : ગુજરાત વિદ્યુત બોર્ડ ભરતી કૌભાંડમાં પોરબંદરની ટીંબી પ્રાથમિક સ્કૂલના આચાર્યની સંડોવણી

By

Published : Jun 19, 2023, 10:32 PM IST

ગુજરાત વિદ્યુત બોર્ડ ભરતી કૌભાંડમાં પોરબંદર ટીંબી પ્રાથમિક સ્કૂલના આચાર્યની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ આચાર્યની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Porbandar News : ગુજરાત વિદ્યુત બોર્ડ ભરતી કૌભાંડમાં પોરબંદરની ટીંબી પ્રાથમિક સ્કૂલના આચાર્યની સંડોવણી
Porbandar News : ગુજરાત વિદ્યુત બોર્ડ ભરતી કૌભાંડમાં પોરબંદરની ટીંબી પ્રાથમિક સ્કૂલના આચાર્યની સંડોવણી

પોરબંદર :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક ભરતી કૌભાંડ સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા વર્ષ 2020માં અને 2021ની ઓનલાઇન લેવાયેલી પરીક્ષામાં કોઈપણ રીતે ગેરરીતિ આચરી મોટું કૌભાંડ સામે આવ્યું છે. સુરત પોલીસ દ્વારા અનેક લોકોને પકડવામાં આવ્યા હતા, જ્યારે આ કૌભાંડના તાર પોરબંદર સુધી પહોંચ્યા છે અને પોરબંદર ટીંબી નેસ સ્કૂલના આચાર્ય નારણ મારુંની પણ સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્યાર સુધી કોની કોની ધરપકડ : વિદ્યુત સહાયકની આ પરીક્ષામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ અરવલ્લીના પરીક્ષાના કેન્દ્રના માલિક કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ અને એજન્ટ સહિત બાર જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં વડોદરાના ઇન્દ્રવદન પરમાર અને મોહમ્મદ ઓવેસ કાપડવાલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરતથી ભાસ્કર ચૌધરી ભરતસિંહ ઠાકોર સલીમ ઢાપા, મનોજકુમાર મકવાણા, નિકુંજ કુમાર મકવાણા, સત્ય પાટીલ, બિપિન ચંદ્ર પરમાર, નિસર્ગ ઉર્ફે ગુલું, પાર્થ, નિશિકાન્ત સિંહા તેમજ હાઈવે પર રેસ્ટોરન્ટ ધરાવતા અશોક ઉઠે મામા વિઠ્ઠલભાઈ પટેલ અને સરકારી સ્કૂલના શિક્ષક મિતેશ ઉર્ફે લાલો ઉર્ફે ગબ્બર હસમુખ પટેલ નામના બે એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આચાર્યનું નામ ખુલ્યુ : આ ઘટનામાં સુરત પોલીસે નટવર શંકરભાઈ પટેલ અને ઈશ્વર ભીખાભાઈ પ્રજાપતિ નામના વધુ બે એજન્ટની પણ ધરપકડ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ આ પ્રકરણમાં વધુ તપાસ કરતા પોરબંદરના કુતિયાણા ટીમબી નેસ પ્રાથમિક સ્કૂલના આચાર્ય નારણ ભોજાભાઇ મારુંનું નામ આ કોમેન્ટમાં એજન્ટ તરીકે ખુલતા તેની પણ ધરપકડ કરી હતી.

શિક્ષણ વિભાગના કોઈ કર્મચારીઓ ગુહામાં સંડોવાયલો અને 48 કલાકથી વધુ કસ્ટડીમાં હોય તેવા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિયમ છે. ટીંબી નેસના આચાર્ય નારણ મારુની ધરપકડનો લેટર સુરત ક્રાઇમ બ્રાન્ચના PI એ આપતા આચાર્યને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેની નોંધ ગાંધીનગર શિક્ષણ વિભાગને પણ કરવામાં આવી છે. સરકારના નિયમ અનુસાર વધુ તપાસ હાથ ધરવામાં આવશે. - જે. ડી કણસાગરા (પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી)

પાસ કરવાની ગોઠવણી :સૂત્રો અનુસાર પોરબંદર ટીંબી નેસના આચાર્ય નારાયણ મારુ વડોદરાની સરકારી સ્કૂલના શિક્ષક મિતેશ ઉર્ફે લાલો મારફતે નિશિકાંત સિંહને પરીક્ષાર્થીઓને શોધી આપ્યા હતા. એક પરીક્ષાર્થી 7થી 10 લાખ રૂપિયા મેળવી તેને પાસ કરવાની ગોઠવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, પોરબંદર કુતિયાણાના ટીંબી નેસ પ્રાથમિક સ્કૂલના આચાર્ય નારણ મારું આ સ્કૂલમાં છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. હાલ થોડા સમય પછી નિવૃત્ત થવાના હતા.

  1. Rajkot News : રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ, બિલ્ડર વિજયસિંહ ઝાલાના આક્ષેપ
  2. Gujarat Congress Allegation : ધોરણ 10માં ઇન્ટરનલ માર્ક્સ કૌભાંડ થયું હોવાનો ગુજરાત કોંગ્રેસનો આક્ષેપ
  3. Dummy Scandal: ભાવનગર ડમીકાંડમાં વધુ પાંચ નવા આરોપી ઝડપાયા, એક આરોપીએ ડમી તરીકે 10 પરીક્ષાઓ આપી

ABOUT THE AUTHOR

...view details