ગુજરાત

gujarat

પોરબંદરમાં મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ

By

Published : Aug 10, 2019, 5:35 AM IST

પોરબંદર: તાલુકામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી સંદર્ભે પોરબંદર અને છાયા નગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત રેલી અને શિબિર યોજી હતી  જેમાં મહિલા સફાઈ કામદાર બહેનોને સફાઈ કીટનું વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ કીર્તિબેન સામાણી છાયા, નગરપાલિકાના સેનીટેશનના ચેરમેન જીવીબેન કોડીયાતર તથા સ્કૂલ કોલેજની વિદ્યાર્થિનીઓ અને સ્વસ્થ સહાય જૂથના બહેનો સહિત કર્મચારી બહેનો  મોટી સંખ્યામાં હાજર રહી હતી.

પોરબંદરમાં મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ

પોરબંદરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી સંદર્ભે સુદામા મંદિરથી જિલ્લાપંચાયત સુધી મહિલા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ હતી. પોરબંદર નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ભદ્રેચા તથા છાયા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન રામદતી, છાયા નગરપાલિકા ચીફ ઓફિસર રાજુભાઈ શેખ અને પોરબંદર નગરપાલિકા ચીફ ઓફિસર આર જે હુદડે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

પોરબંદરમાં મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ
આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભાખંડમાં રેલી બાદ સ્વચ્છતા અંગે માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં પોરબંદર નગરપાલિકા ડોર ટુ ડોર કચરો એકઠો કરવા માટે દર વર્ષે 5 કરોડથી વધુનો ખર્ચ અંગેની માહિતી અપાઇ હતી. આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન શહેરી યોજના અંતર્ગત 5 મહિલા સફાઈ કામદારોને ઉપસ્થિત મહેમાનોએ સફાઈ કીટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ નવ જેટલા સ્વસહાય જૂથોને રૂપિયા 10000 લેખે રૂપિયા 90000 રીવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં તમામ લોકોએ સ્વચ્છતા જાળવવા માટે ઘર, શેરી,ગામ અને શહેરને સ્વચ્છ રાખવા શપથ લીધા હતા
Intro:પોરબંદર મા મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ ની ઉજવણી સંદર્ભે રેલી અને શિબિર યોજાઈ


પોરબંદર જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી સંદર્ભે પોરબંદર અને છાયા નગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી સંદર્ભે રેલી અને શિબિર યોજાઇ હતી આ ઉપરાંત મહિલા સફાઈ કામદાર બહેનોને સફાઈ કીટનું વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું





Body:પોરબંદરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી સંદર્ભે સુદામા મંદિર થી જિલ્લા પંચાયત સુધી મહિલા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઇ હતી પોરબંદર નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ભદ્રેચા તથા છાયા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન રામદતી, તથા છાયા નગરપાલિકા ચીફ ઓફિસર રાજુભાઈ શેખ અને પોરબંદર નગરપાલિકા ચીફ ઓફિસર આર જે હુદડે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું


આ ઉપરાંત જિલ્લા પંચાયત ના સભાખંડમાં રેલી બાદ સ્વચ્છતા અંગે માર્ગદર્શન શિબિર યોજાઇ હતી જેમાં પોરબંદર નગરપાલિકા ડોર ટુ ડોર કચરો એકઠો કરવા માટે દર વર્ષે ૫ કરોડથી વધુનો ખર્ચ કરે છે તે અંગે માહિતી અપાઇ હતી આ ઉપરાંત કચરો કઈ રીતે ભેગો કરવો અને નિકાલ કઈ રીતે કરવો તે અંગે માહિતી આપી હતી


Conclusion:કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન શહેરી યોજના અંતર્ગત 5 મહિલા સફાઈ કામદારોને ઉપસ્થિત મહેમાનોએ સફાઈ કીટનું વિતરણ કર્યું હતું આ ઉપરાંત નવ જેટલા સ્વસહાય જૂથોને રૂપિયા 10000 લેખે રૂપિયા 90000 રીવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ લોકોએ સ્વચ્છતા જાળવવા માટે ઘર શેરી ગામ શહેરને સ્વચ્છ રાખવા શપથ લીધા હતા

કાર્યક્રમમાં પોરબંદર નગરપાલિકાના ઉપપ્રમુખ કીર્તિબેન સામાણી છાયા નગરપાલિકા ના સેનીટેશન ના ચેરમેન જીવીબેન કોડીયાતર તથા સ્કૂલ કોલેજની વિદ્યાર્થિનીઓ અને સ્વસ્થ સહાય જૂથના બહેનો સહિત કર્મચારી બહેનો ઉપસ્થિત રહ્યા હતા

ABOUT THE AUTHOR

...view details