ગુજરાત

gujarat

પાકનું નાપાક કૃત્ય: પાકિસ્તાને 24 કલાકમાં 13 બોટ સાથે 78 માછીમારોનું કર્યું અપહરણ

By

Published : Feb 9, 2022, 6:58 AM IST

Updated : Feb 10, 2022, 6:31 AM IST

પાકિસ્તાન (Pakistan kidnaps Porband fishermen) દ્વારા પોરબંદર અરબી સમુદ્રમાંથી 10 બોટ સાથે 60 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ 24 કલાકમાં કુલ 13 બોટને બંધક બનાવવામાં આવી છે.

પાકનું નાપક કૃત્ય: પાકિસ્તાને 24 કલાકમાં 13 બોટ સાથે 78 માછીમારોનું કર્યું અપહરણ
પાકનું નાપક કૃત્ય: પાકિસ્તાને 24 કલાકમાં 13 બોટ સાથે 78 માછીમારોનું કર્યું અપહરણ

પોરબંદર:પાકિસ્તાન (Pakistan kidnaps Porband fishermen) મરીન સિક્યુરિટી એજન્સીએ ભારતીય જળસીમાંમાં જખૌ નજીકથી હજુ પણ બોટને પકડવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. ભારતીય જળસીમાં પરથી 13 બોટ અને 78 માછીમારોનું અપહરણ કરતા માછીમાર સમાજમાં રોષ ભભૂક્યો છે. આ સિલસિલો બંધ કરવા માછીમાર આગેવાનોએ અનેક રજૂઆત કરી છે પણ સરકાર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવાતા નથી.

પાકનું નાપક કૃત્ય: પાકિસ્તાને 24 કલાકમાં 13 બોટ સાથે 78 માછીમારોનું કર્યું અપહરણ

આ પણ વાંચો :પાકની વધુ એક નાપાક હરકત, પાકિસ્તાને કર્યું વધુ એક બોટનું અપહરણ

વધુ 10 બોટ સાથે 60 જેટલા માછીમારોનું અપહરણ

પાકિસ્તાન (Pakistan kidnaps Porband fishermen) મરીન સિક્યુરિટી એજન્સીએ ગઈકાલે 3 ફિશિંગ બોટ અને 18 માછીમારોને પાકિસ્તાન મરીને અપહરણ કર્યું હતું. જ્યારે ફરી સમુદ્રમાં કુલ 10 બોટ સાથે 60 માછીમારોનું અપહરણ કરતા 24 કલાકમાં કુલ 13 બોટ અને 78 માછીમારોનું અપહરણ કર્યું છે. જેમાં મોડી રાત સુધીમાં હજુ વધુ બોટોના આંકડા સામે આવે તેવી શકયતાઓ છે. એક અઠવાડિયામાં 17 જેટલી બોટ અને 100થી વધુ માછીમારોના અપહરણ થયાની શક્યતાથી માછીમાર આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો છે. અપહરણ કરાયેલ બોટમાં ઓખા અને પોરબંદરની વધુ બોટો હોવાની શક્યતા વર્તાઈ રહી છે.

એક સપ્તાહમાં 17 બોટ અને 100થી વધુ માછીમારોનું અપહરણ

પાકિસ્તાન મેરીન સિક્યુરિટી એજન્સી (Pakistan Marine Security Agency) દ્વારા એક સપ્તાહમાં 17 બોટ અને 100થી વધુ માછીમારોના અપહરણના સમાચારથી માછીમારો સ્તબ્ધ થઈ ગયા છે. ગુજરાતમાં હજારો માછીમારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. માછીમારો ભારતીય જળસીમામાં માછીમારી કરીને જીવન નિર્વાહ કરે છે, પરંતુ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે અપહરણ કરવામાં આવે છે.

આ પણ વાંચો :ઓખાના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરકત: જાણો, શા માટે 7 માછીમારોનું કરાયું અપહરણ?

આ અગાઉ પણ કરાયું હતું અપહરણ

  • 6 ફેબ્રુઆરી : પાકિસ્તાન મરીનની દ્વારા 2 બોટ સાથે 12 જેટલા માછીમારોનું અપહરણ (Pakistan Marines hijack 2 boats) કરવામાં આવ્યું હતું. જેને 7 ફેબ્રુઆરીના રોજ કરાચી ખાતે લઈ જવામાં આવ્યા હતાં.
  • 1 ફેબ્રુઆરી : ઓખાની 'સત્યવતી' બોટને પાકિસ્તાન મેરીન સિક્યુરિટી દ્વારા પોરબંદર-પાક સરહદે ભારતીય જળસીમામાંથી હાઇજેક કરવામાં આવી હતી.
  • 28 જાન્યુઆરી : માંગરોળની 'તુલસી મૈયા' નામની બોટને ભારતની સમુદ્ર સીમાએથી હાઇજેક કરવામાં આવી હતી. IMBL નજીકથી પાક મરીન બોટને 7 માછીમારો સાથે કરાંચી લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.

BSFએ પકડી હતી પાકિસ્તાની બોટ ત્રણ

31 જાન્યુઆરીના રોજ ભુજથી BSFના જવાનોની ટુકડીએ લખપતવારી ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી ત્યારે પાકિસ્તાની બોટને પકડી લીધી હતી. વિમાનમાં 4-5 પાકિસ્તાની માછીમારો સવાર હતા. તે દરમિયાન BSFએ એક પાકિસ્તાની નાગરિક અને ત્રણ પાકિસ્તાની બોટને પકડી હતી. બાકીના પાકિસ્તાની માછીમારો નાસી જવામાં સફળ રહ્યા હતા. જપ્ત કરાયેલી બોટની તલાશી લેવામાં આવી હતી અને એક પણ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો ન હતો.

Last Updated : Feb 10, 2022, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details