ગુજરાત

gujarat

Swimming Competition : પોરબંદરમાં રાષ્ટ્રીય સમુદ્ર તરણસ્પર્ધા, દેશભરના તરવૈયાઓએ દરિયા સામે ભીડી બાથ

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 11:06 AM IST

પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 23 વર્ષથી એડવેન્ચર સ્પોર્ટ્સ ક્ષેત્રની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. હાલમાં બે દિવસીય સ્વીમાથોન 2024 સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં દેશભરમાંથી આવેલા તરવૈયાઓએ વિવિધ કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Swimming Competition
Swimming Competition

પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણસ્પર્ધા યોજાઈ

પોરબંદર :યુવાનોમાં એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે તે હેતુસર શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 23 વર્ષથી પોરબંદરના અરબી સમુદ્રમાં તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બે દિવસીય સ્વીમાથોન 2024 સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં તરવૈયાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.

સ્વીમાથોન 2024 : યુવાનોની સાહસિક વૃત્તિને પ્રોત્સાહન આપવા માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા અરબી સમુદ્રના કિનારે ભારતની એક અનોખી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણસ્પર્ધા દેશભરના તરવૈયાઓ માટે યોજવામાં આવી રહી છે. છેલ્લા 23 વર્ષથી પોરબંદરમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ તારીખ 6 અને 7 જાન્યુઆરી 2024 ના રોજ બે દિવસીય સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. જેમાં દેશભરના સાહસિકોએ પોરબંદરનો દરિયો ખેડ્યો હતો. રાષ્ટ્રીય સમુદ્ર તરણસ્પર્ધામાં એક કિમી, બે કિમી, પાંચ કિમી અને 10 કિમી એમ વિવિધ કેટેગરી વાઈઝ અલગ અલગ વય જૂથના સ્પર્ધકો સહિત દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

દેશભરના તરવૈયાઓનો મેળાવડો :શ્રી રામ સી સ્વિમિંગ કલબના મેમ્બર હર્ષિત રુઘાણીએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 11 થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો હતો. પોરબંદરના સમુદ્રમાં યોજાતી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. નવા સ્વીમર તૈયાર થઈ રહ્યા છે અને આગળ જઈ સફળતા મેળવી રહ્યા છે. વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

મેં 5 અને 10 કિમી તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને 10 કિમી સ્પર્ધામાં પ્રથમ આવી છે. પોરબંદરનો દરિયો સ્વચ્છ છે. ઉપરાંત શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા કરવામાં આવેલ આયોજન ખૂબ સરસ છે. -- અનુજા (સ્પર્ધક)

રાષ્ટ્રીય સમુદ્ર તરણસ્પર્ધા :શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ક્લબના સભ્ય હર્ષિત રુઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કોમ્પિટિશનમાં અઢી કિલોમીટર સુધીનો રુટ ગોઠવવામાં આવેલ છે. જેમાં દર 500 મીટર પર પ્લેટફોર્મ્સ રેફ્રિની ટીમ તથા રેસ્ક્યુ મેન રાખવામાં આવેલ છે. દિશા સૂચક માટે 100 મીટરના અંતરે ધ્વજ રાખવામાં આવેલ છે અને રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તથા પોરબંદર નગરપાલિકા અને પીલાણા બોટ એસોસિએશનની બોટ તેમજ પોરબંદર માછીમાર સમાજના પીલાણા અને સ્વિમિંગ ક્લબની બે બોટ તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રિંગ બોયા પૂરા પાડેલ છે.

સુરક્ષા વ્યવસ્થા : આ ઉપરાંત નિવૃત્ત આર્મીમેન હસમુખભાઈ સરવૈયાની ટીમ અને વોલેન્ટિયર 10 જેટલા કયાક દ્વારા સ્વિમિંગ ક્લબના સભ્યોની કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત વોકીટોકી દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે. તેમજ સીસીટીવી કેમેરા અને વોચ ટાવરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉપરાંત બહારથી આવતા સ્પર્ધકો માટે રહેવા તથા જમવાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વિજેતા સ્પર્ધક : આ ઉપરાંત 5 માં ધોરણમાં ભણતા મહારાષ્ટ્રના રુદ્ર ગુપ્તાએ પણ 5 કિમી સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં માટે ખૂબ જ મહેનત કરી હતી અને સફળતાનો શ્રેય તેના કોચ અને માતાને આપ્યો હતો. રુદ્ર ભવિષ્યમાં મહાન સ્વીમર બનવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું.

  1. Sriram C Swimming Club : શ્રીરામ સી-સ્વિમિંગ ક્લબ દ્વારા ઓપન પોરબંદર સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું
  2. પોરબંદરમાં જોવા મળશે દેશભરના તરવૈયાઓનો જમાવડો, 7 અને 8મીએ થશે રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા

ABOUT THE AUTHOR

...view details