ગુજરાત

gujarat

પોરબંદરના દરિયામાં ઓપન પોરબંદર તરણ સ્પર્ધા યોજાઈ 100થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો

By

Published : Dec 31, 2022, 12:18 PM IST

પોરબંદરમાં કુદરતી ભેટ સમો રમણીય દરિયા કિનારો આવેલ છે. દરિયા પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા રવિવારે 25 ડિસેમ્બર ના રોજ ઓપન પોરબંદર તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં પોરબંદર જિલ્લામાંથી 100 થી પણ વધારે ભાઇઓ, બહેનો, અને બાળકોએ ભાગ લીધો હતો Open Porbandar swimming competition

પોરબંદરના દરિયામાં ઓપન પોરબંદર તરણ સ્પર્ધા યોજાઈ 100થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો
પોરબંદરના દરિયામાં ઓપન પોરબંદર તરણ સ્પર્ધા યોજાઈ 100થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો

પોરબંદર :આ સ્પર્ધા 1 કી.મી. અને 10 કી.મી. ની યોજવામાં આવી હતી જેમાં 1 કી.મી. માં વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ અને 60 થી ઉપરની ઉંમરનાં ભાઇઓ તથા બહેનો માટેની સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ હતી. છેલ્લા 22 વર્ષથી દરિયામાં તરણ સ્પર્ધાનું આયોજન આ ક્લબ દ્વારા કરવામાં આવે છે. તા 25 ડિસેમ્બર ના રોજ રવિવારે સવારે 6:15 કલાક થી સ્પર્ધા શરૂ થઈ હતી. આ સ્પર્ધામાં રેસ્ક્યુ માટે 7બોટ, 10 ક્યાકર્સ તેમજ રીંગ બોયા સાથે ક્લબનાં સભ્યો રેસ્ક્યુ માટે રહ્યા હતા. તેમજ 108 એમ્બ્યુલન્સ અને દરિયામાં 108 બોટ એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. વિજેતાઓનાં ટાઇમીંગ મેળવી વિવિધ કેટેગરીમાં 1 થી 3 વિજેતા જાહેર કરવામાં હતા. આ સ્પર્ધા યોજાતા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. Open Porbandar swimming competition

પોરબંદરના દરિયામાં ઓપન પોરબંદર તરણ સ્પર્ધા યોજાઈ 100થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો

1કિમી 6 થી 14 વર્ષની કેટેગરીના વિજેતા1કિમીમાં 14 થી 40 વર્ષની કેટેગરીના વિજેતાઓ 14 થી 40 કેટેગરીમાં પાર્થ ભાવિન પ્રથમ, સાગર ખોખરી બીજા સ્થાને અને વિક્રમ મોરી ત્રીજો નંબર તેમજ બહેનોમાં એકતા મકવાણા પ્રથમ, ભાર્ગવી તૈયારેલા બીજો અને નીતાબેન પાલાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. ઓપન પોરબંદર સમુદ્ર તરણ સ્પર્ધામાં 1 કિમી માં 6 થી 14 વર્ષની કેટેગરીમાં જયદીપ કીથોરિયા પ્રથમ, અભય છેલ૨ દ્વિતીય અને વિજય મોરી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

એક કિલોમીટરમાં 40 થી 60 વર્ષની કેટેગરીના વિજેતાઓ40 થી 60 કેટેગરીમાં 1 કિમી સ્પર્ધામાં બેવન મછવારા પ્રથમ, સવદાસ ભૂતિયા બીજો નંબર અને જયેશ પોસ્તરિયા ત્રીજો નંબર તથા દક્ષાબેન ચામડિયા પ્રથમ, ગીતાબેન સાગોઠિયા બીજો નંબર અને ભાવનાબેન ચામડીયા ત્રીજો નંબર મેળવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details