ગુજરાત

gujarat

Porbandar News: પોરબંદરમાં યોજાશે જન્માષ્ટમીનો લોકમેળો, તારીખ 6 થી 10 સપ્ટેમ્બર સુધીનો કાર્યક્રમ જાહેર

By

Published : Aug 14, 2023, 12:17 PM IST

પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ચોપાટી મેદાન ખાતે આગામી તારીખ 6 સપ્ટેમ્બર થી તારીખ 10 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન અંગે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

પોરબંદરમાં યોજાશે જન્માષ્ટમી લોકમેળો, તારીખ 6 થી 10 સપ્ટેમ્બર સુધીનો કાર્યક્રમ જાહેર
પોરબંદરમાં યોજાશે જન્માષ્ટમી લોકમેળો, તારીખ 6 થી 10 સપ્ટેમ્બર સુધીનો કાર્યક્રમ જાહેર

પોરબંદરમાં યોજાશે જન્માષ્ટમીનો લોકમેળો, તારીખ 6 થી 10 સપ્ટેમ્બર સુધીનો કાર્યક્રમ જાહેર

પોરબંદર: તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે લોકમેળાનું આયોજન પોરબંદરમાં થવાનું હતું. જેને લઈને છાયા નગરપાલિકાના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જન્માષ્ટમી લોકમેળા સમિતિના સુરેશભાઈ થાનકી દ્વારા આગામી લોકમેળા અંગે માહિતી આપવામાં આવી હતી. સુરેશભાઈ થાનકીએ પત્રકારોને જણાવ્યું હતું કે, પોરબંદરની ઉત્સવ પ્રિય જનતાના ઉત્સાહ અને ઉમંગ વધારવા દર વર્ષ કરતા આ મેળો અલગ હશે. કારણ કે વર્ષોથી જુના લઈ આવતા સ્ટોલ ટ્રાફિકની વ્યવસ્થામાં અનેક સમસ્યા પડતી હતી.

નવા ડિજિટલ નકશા:આ સમસ્યા નિવારવા માટે ચોપાટી મેદાનની ગ્રાઉન્ડની ડિજિટલ માપણી કરી જૂના નકશાને બદલે નવા ડિજિટલ નકશા પ્રમાણે ટોલની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે. ત્યારે અલગ અલગ 24 જેટલી કેટેગરીમાં 393 પ્લોટની હરાજી કરવામાં આવશે. મેળામાં આંતરિક રસ્તા 50 ફૂટ પહોળાઈ રાખવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર મેળાના કેન્દ્રમાં વિશાળ તેજની વ્યવસ્થા રાખવામાં આવી છે. દર વર્ષે સ્ટેજનો વિસ્તાર 1000 ચોરસ મીટર રાખવામાં આવતો હતો. પરંતુ આ વખતે 11,78 ચોરસ મીટરનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. જેથી લોકો આરામથી હરીફરી શકે.

6 થી 10 સપ્ટેમ્બર સુધી પોરબંદરમાં યોજાશે જન્માષ્ટમી લોકમેળો

"પોરબંદરના લોકમેળામાં દેશ વિદેશમાં વસતા લોકો પોરબંદરના મેળાનો લ્હાવો લઈ શકે તે માટે સોશિયલ મીડિયા youtube facebook instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેળાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો માણી શકે તે માટે મેળાના મેદાનમાં અને ચોપાટી પર એલીડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવશે. પોરબંદર પંથકના લોકો જન્માષ્ટમી લોકમેળો 2023 સુરક્ષા સલામતી સાથે ઉત્સાહપૂર્વક માણી શકે અને સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાય એવું આયોજન આ વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.-- સુરેશભાઈ થાનકી (સભ્ય જન્માષ્ટમી લોકમેળા સમિતિ પોરબંદર)

મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા કાર્યક્રમ: લોકોના મનોરંજનને ધ્યાને રાખી પાંચ દિવસ સુધી પ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળામાં તારીખ 6 સપ્ટેમ્બરના રોજ સ્થાનિક કલાકારોનો સતરંગી કાર્યક્રમ યોજાશે.આ ઉપરાંત સાત સપ્ટેમ્બર ના રોજ હાસ્ય દરબાર અને આઠ સપ્ટેમ્બર ના રોજ શ્રીનાથજીની ઝાંખી તથા તારીખ 9 સપ્ટેમ્બરના રોજ લોકસંગીત લોકડાયરો યોજાશે. આ ઉપરાંત તારીખ 10 સપ્ટેમ્બરના રોજ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ યોજાશે.

  1. Rajkot news: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે 4 કરોડનો વીમો લેવામાં આવ્યો
  2. Lok Medo 2023: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે તંત્રની તૈયારીઓ શરૂ, જિલ્લા ક્લેક્ટરે સમજાવ્યો પ્લાન

ABOUT THE AUTHOR

...view details