ગુજરાત

gujarat

પોરબંદર જિલ્લામાં સુપોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી

By

Published : Jan 28, 2020, 11:16 PM IST

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા I.C.D.S. યોજના અંતર્ગત ગુજરાત પોષણ અભિયાન 2020થી 2022 કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે માટે 6 લક્ષ્યાંકો નક્કી કરાયા છે. જેથી 25થી 29 જાન્યુઆરી સુધી પોષણ અભિયાન માટે I.C.D.S આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા વાતાવરણ નિમાર્ણ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

ETV BHARAT
પોરબંદર જિલ્લામાં સુપોષણ સપ્તાહની ઉજવણી કરવામા આવી

પોરબંદર: જિલ્લાની આંગણવાડીઓમા 'બાળ તુલા દિવસ', 'કિશોરી દિવસ' અને 'સ્વચ્છતા દિવસ' સહિતની ઉજવણી કરવામા આવી રહી છે. પોષણ અભિયાન હેઠળ પોષણના 5 સૂત્રો માટે જિલ્લા લેવલે કલેકટરની અધ્યક્ષતામાં મોનિટરીંગ અને રીવ્યુ સમિતિ રચવામાં આવી છે.

સુપોષણ સપ્તાહની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા 'સહી પોષણ દેશ રોશન' સૂત્રને ચરિતાર્થ કરવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમા પોષણ અભિયાન હેઠળ નક્કર કામગીરી થઇ રહી છે. રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે, ત્યારે પોરબંદર જિલ્લામાં વિવિધ વિભાગોના સહકારથી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની I.C.D.S યોજના દ્વારા સુપોષણ સપ્તાહની ઉજવણી થઇ રહી છે.

સુપોષણ સપ્તાહની ઉજવણી

જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રો, CHC, PHC પેટા કેન્દ્રો ખાતે કિશોરીઓનું હિમોગ્લોબીન તપાસ માટે 'કિશોરી દિવસ', 'મમતા દિવસ' હેઠળ 'સગર્ભા આરોગ્ય તપાસ' અને 'બાળ તુલા દિવસ' હેઠળ આંગણવાડીમાં તમામ બાળકોનું વજન અને ઉંચાઇ તપાસ, 'સ્વચ્છતા દિવસ', હેઠળ લોકજાગૃતિ કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે.

પોરબંદર જિલ્લામાં 100 ટકા બાળકોનું સંપૂર્ણ રસીકરણ, ઓછા વજનવાળા બાળકોને લીલા ઝોનમાં લાવવા, કિશોરીઓમાં એનિમિયાના પ્રમાણમાં વાર્ષિક 6 ટકાનો ઘટાડો સહિતની કામગીરી હાથ ધરીને સુપોષિત પોરબંદર માટે સંગઠિત સંકલિત અને સઘન પ્રયાસો કરાઇ રહ્યાં છે.

Intro:પોરબંદર જિલ્લામાં સુપોષણ સપ્તાહની ઉજવણી કરવામા આવી


મહિલા અને બાળ વિકાસ વિભાગની I.C.D.S. યોજના અંતર્ગત બાળકોને કુપોષણ મુક્ત કરવા પોષણના ૫ સૂત્રો નક્કી કરાયા

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્રારા I.C.D.S. યોજના અંતર્ગત ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ થી ૨૦૨૨ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પોષપ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે માટે ૬ લક્ષ્યાંકો નક્કી કરાયા છે. તા.૨૫ થી ૨૯ સુધી પોષણ અભિયાન માટે I.C.D.S, આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્રારા વાતાવરણ નિમાર્ણ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત જિલ્લાની આંગણવાડીઓમા બાળ તુલા દિવસ, કિશોરી દિવસ, સ્વચ્છતા દિવસ સહિતની ઉજવણી કરવામા આવી રહી છે. પોષણ અભિયાન હેઠળ પોષણના ૫ સૂત્રો બાળકના પ્રથમ એક હજાર દિવસની સંભાળ, પૈાષ્ટિક આહાર, એનીમિયા નિયંત્રણ, સ્વચ્છતા, ઝાટા નિયંત્રણ સહિતના લક્ષ્યાંકો માટે જિલ્લા લેવલે કલેકટરશ્રીની અધ્યક્ષતામા મોનીટરીંગ અને રીવ્યુ સમિતિ રચવામા આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા “સહી પોષણ દેશ રોશન” સુત્રને ચરિતાર્થ કરવામા ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યુ છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમા પોષણ અભિયાન હેઠળ નક્કર કામગીરી થઇ રહી છે. રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લામાં વિવિધ વિભાગોના સહકારથી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની I.C.D.S યોજના દ્રારા સુપોષણ સપ્તાહ ઉજવાઇ રહ્યુ છે.
જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રો, CHC, PHC પેટા કેન્દ્રો ખાતે કિશોરીઓનું હિમોગ્લોબીન તપાસ માટે કિશોરી દિવસ, મમતા દિવસ હેઠળ સગર્ભા આરોગ્ય તપાસ, બાળ તુલા દિવસ હેઠળ આંગણવાડીમાં તમામ બાળકોનું વજન અને ઉંચાઇ તપાસ, સ્વચ્છતા દિવસ, લોકજાગૃતિ કાર્યક્રમ ઉજવાઇ રહ્યા છે. તથા પોરબંદર જિલ્લામાં ૧૦૦ ટકા બાળકોનું સંપુર્ણ રસીકરણ, ઓછા વજનવાળા બાળકોને લીલા ઝોનમા લાવવા, કિશોરીઓમાં એનિમિયાના પ્રમાણમાં વાર્ષિક ૬ ટકાનો ઘટાડો, સહિતની કામગીરી હાથ ધરીને સુપોષિત પોરબંદર માટે સંગઠિત સંકલિત અને સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે. આજનુ બાળક કાલનુ ભવિષ્ય છે, પોષિત ભારતના નિર્માણ માટે આજનુ બાળક કુપોષણ મુક્ત હોવુ જરૂરી છે, આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.
Body:.Conclusion:

ABOUT THE AUTHOR

...view details